Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભાયલીની વિબગ્યોર સ્કુલને રૂ. 10 લાખનો દંડ ફટકારતી FRC

VADODARA : શાળાએ FRC નો હુકમ નહીં મુક્યો, મનમાની ફી વસુલી, દસ્તાવેજોમાં આનાકાની કરી, એડવાન્સ ફીની ઉઘરાણી કર્યાનું સામે આવ્યું
vadodara   ભાયલીની વિબગ્યોર સ્કુલને રૂ  10 લાખનો દંડ ફટકારતી frc
Advertisement
  • ભાયલીની વિબગ્યોર સ્કુલ સામે FRC આકરા પાણીએ
  • રાજ્યનો સૌથી મોટો દંડ ફટકારાયો
  • શાળાની મનમાની સામે રોક લાગવાની શક્યતા

VADODARA : વડોદરા ઝોન (VADODARA ZONE) ની ફી રેગ્યુલેશન કમિટી (FRC - VADODARA) દ્વારા ભાયલીની વિબગ્યોર સ્કુલ (VIBGYOR SCHOOL - BHAYLI) ને રૂ. 10 લાખનો દંડ ફટકાર્યો છે. શાળા દ્વારા નિયમોનું સતત ઉલ્લંઘન કરવા બદલ આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. સંભવિત રીતે રાજ્યમાં પ્રથમ વખત એફઆરસીના નિયમોને નેવે મુકનાર શાળા વિરૂદ્ધ આટલો મોટો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ લૂંટ મચાવતી શાળાના સંચાલકોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. બીજી તરફ એફઆરસી દ્વારા લેવાયેલા નિર્ણયને લોકો વખાણી રહ્યા છે.

ફી રેગ્યુલેશન કમિટીમાં મામલો પહોંચ્યો

ભાયલીની વિબગ્યોર સ્કુની ભારે મનમાની સામે આવતી હતી. જેને પગલે વાલીઓ તથા રાજકીય સંગઠનો દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. તમામને અવગણીને શાળા સંચાલકો દ્વારા પોતાની મનમાની જારી રાખવામાં આવતી હતી. આખરે આ મામલે સરકાર દ્વારા રચના કરવામાં આવેલી ફી રેગ્યુલેશન કમિટીમાં મામલો પહોંચ્યો હતો. કમિટીની તપાસમાં શાળા સંચાલકો દ્વારા અનેક મુદ્દે નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે આખરે શાળા સંચાલકો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

મસમોટો દંડ ફટકારાયો

વડોદરા ઝોનના એફઆરસી કમિટીના મેમ્બર્સ દ્વારા સંયુક્ત રીતે જણાવાયું કે, શાળાએ આજદિન સુધી નોટીસ બોર્ડ કે વેબસાઇટ પર એફઆરસીનો હુકમ મુક્યો નથી. તે દબલ શાળાને રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. શાળાએ ઇમેલ દ્વારા એડવાન્સ ફી પેટે પૈસા માંગ્યા હોવાનું સાબિત થતા રૂ. 1 લાખનો દંડ ફટકારાયો છે. શાળા વિરૂદ્ધ ફરિયાદ બાબતે નિમાયેલી તપાસ સમિતી સમક્ષ દસ્તાવેજોનો પુરાવા રજુ કર્યા નથી. તે બદલ શાળાને રૂ. 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તથા શાળા દ્વારા પોતાના જ કેમ્પસમાં ચાલતી કેજીની ફી મંજુરી માટેની દરખાસ્ત નહીં કરીને, મનસ્વી પણે ફી ઉઘરાવવામાં આવી રહી છે. તે બદલ શાળાને રૂ. 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ કુલ મળીને રૂ. 10 લાખનો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે.

Advertisement

લૂંટ મચાવતી શાળાના સંચાલકો અટકશે

અત્રે ઉલ્લેખનીય છે કે, ટુંક સમયમાં શાળાનું નવું સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. તે પહેલા એફઆરસી દ્વારા ઐતિહાસીક મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. જેને પગલે લૂંટ મચાવતી શાળાના સંચાલકો અટકશે, તેમ મનાઇ રહ્યું છે. બીજી તરફ લોકો આ દંડનીય કાર્યવાહીની સરાહના કરી રહ્યા છે. અને આગામી સમયમાં પણ આ પ્રકારે આકરા દંડ ફટકારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો --- Gujarati Top News : આજે 31 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×