Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : 'કચરે સે આઝાદી', નિર્માલ્યમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવાનું આયોજન

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં એક સંસ્થાએ કચરાથી આઝાદી અપાવા માટે બીડું ઝડપ્યું છે. શહેર આસપાસના કેટલાક ગામોમાં કચરાનું યોગ્ય વર્ગીકરણ કરી તેનો પર્યાવરણને નુકસાન ના થાય એ રીતે નિકાલ અને પુનઃઉત્પાદન કરવામાં આવે છે. આ સંસ્થા કચરાને કંચનમાં પરિવર્તિત...
vadodara    કચરે સે આઝાદી   નિર્માલ્યમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવાનું આયોજન

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં એક સંસ્થાએ કચરાથી આઝાદી અપાવા માટે બીડું ઝડપ્યું છે. શહેર આસપાસના કેટલાક ગામોમાં કચરાનું યોગ્ય વર્ગીકરણ કરી તેનો પર્યાવરણને નુકસાન ના થાય એ રીતે નિકાલ અને પુનઃઉત્પાદન કરવામાં આવે છે. આ સંસ્થા કચરાને કંચનમાં પરિવર્તિત કરી રહી છે.

Advertisement

ગામના લોકોનો અનોખા પ્રયોગમાં પોતાનો મહત્વનો ફાળો

પ્લાસ્ટિક જેવા કચરાને છૂટો પાડીને એનો યોગ્ય જગ્યાએ નિકાલ થવો જોઈએ. પરંતુ તમામ પ્રકારના કચરાને એક સાથે જ ડમ્પિંગ યાર્ડમાં નાખી દેવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વડોદરા જિલ્લામાં સાવલી તેમજ વાઘોડિયા વિસ્તારના મોટાભાગનાં ગામમાં ભીનો અને સૂકો કચરો અલગ જ રાખવામાં આવે છે. જેમાં મંજૂસર, દુમાડ, બાસ્કા, નર્મદાપુરા, ગુલાબપુરા, માધવનગર, સાકરીયા જેવા અનેક ગામના લોકોએ આ અભિગમને આવકાર્યો છે. 'કચરે સે આઝાદી' અભિયાન હેઠળ આ દરેક ગામના લોકો આ અનોખા પ્રયોગમાં પોતાનો મહત્વનો ફાળો આપી રહ્યા છે.

...તો ભવિષ્યમાં વડોદરા કચરામુક્ત બનશે

'કચરે સે આઝાદી' ના પ્રમોટર ડૉ. સુનિત ડાબકે એ જણાવ્યું કે, " અમારી સેવાઓ ઉત્પાદનોના વેચાણ સુધી મર્યાદિત ન રહેતા અલ્ટીમેટ સોલ્યુશન્સ સેવાઓ આપીએ છીએ. આ અભિયાનમાં વડોદરા જિલ્લાના મોટાભાગના લોકો સહકાર આપી રહ્યા છે અને અન્ય લોકો પણ સહકાર આપે એવી અપેક્ષા છે. શહેરી લોકો પણ આ અભિયાનમાં જોડાયા તો ભવિષ્યમાં વડોદરા કચરામુક્ત બનશે."

Advertisement

100 ટકા શુદ્ધ ખાતર મળે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "ભીનો કચરો લેવા અમારા તરફથી લેબર મોકલીએ છીએ, જેઓ જે તે ગામમાં જઈને ભીનો કચરો કલેકટ કરે છે. જેને અમે રોકેટ કમપોસ્ટરમાં પ્રોસેસ થકી લીકવીડ ખાતર બનાવીએ છીએ, જેમાં કોઈપણ પ્રકારના રસાયણની જરૂર પડતી નથી. 100 ટકા શુદ્ધ ખાતર કે જેના થકી કોઈપણ પ્લાન્ટ્સ માટે સકારાત્મક રિઝલ્ટ મળી શકે છે."

8 ગ્રામ પંચાયતોમાં આ ઉમદા કાર્ય કાર્યરત

'કચરે સે આઝાદી' પ્રોજેક્ટ હેઠળ મંજૂસર તેમજ વાઘોડિયાના ઘણા નાનાં મોટાં ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં શરૂઆતમાં થોડા નેગેટિવ રીવ્યુ મળ્યા પછી આજે લગભગ 5 વર્ષના પ્રયત્ન પછી ઘણો વિસ્તરી ગયો છે. લગભગ 8 ગ્રામ પંચાયતોમાં આ ઉમદા કાર્ય કાર્યરત છે. જેમાં એક અઠવાડિયાનું દુમાડમાંથી 500 કિલો, મંજુસરમાંથી 750 કિલો, સાકરિયા ગામનું 250 કિલો જેટલું વેસ્ટ એકત્રિત થતું હોય છે. અહીં ઇનસેન્ટિવ વેસ્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, એટલે જે ઘરમાં બહેનો પ્લાસ્ટિકના કચરાને છૂટો પાડીને એકત્રિત કરે છે તેમને એક કિલો પ્લાસ્ટિકના કચરાની સામે એક સાબુ આપવામાં આવે છે.

Advertisement

પ્લાસ્ટિક અને ભીના કચરા થકી અન્ય વસ્તુઓ બનાવાઇ

ગ્રાબેજ ટુ ગાર્ડન, ગાર્ડન વેસ્ટ મેનેજમેન્ટ થકી સુ્કાં પાંદડામાંથી ખાતર તેમજ કોઈપણ પ્લાસ્ટિક અને ભીના કચરા થકી અન્ય વસ્તુઓ જેવી કે, પેવર બ્લોક, બેઠક, બેન્ચ, પીપ, ડસ્ટબીન, ફ્લાવર પોટ્સ, પેન સ્ટેન્ડ, કાર્ડ સ્ટેન્ડ, ડીશ,નોટબુક જેવી વસ્તુઓ કચરામાંથી જ બનાવવામાં આવે છે.

1300 કિલો ત્યજી દેવાયેલી પૂજા સામગ્રી એકત્ર કરાઇ

વધુમાં જણાવ્યું કે, આ વર્ષે ગણેશોત્સવ અને વિસર્જન દરમિયાન, અમારી ટીમે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવા માટે લગભગ 1300 કિલો ત્યજી દેવાયેલી પૂજા સામગ્રી અને લગભગ 1200 કિલો માટી એકત્ર કરી. એક નવા પ્રયોગ તરીકે, અમે બાળકોને મેરીગોલ્ડના ફૂલોમાંથી બીજ કાઢવા માટે તેમને સીડ બોલમાં ફેરવવા માટે રોક્યા. તથા અમે ગુલાબનો ઉપયોગ સાબુ બનાવવા તેમજ અગરબત્તી અને ધૂપ માટે કરીએ છીએ. બાકીની વસ્તુઓ ખાડા, ટમ્બલર અને રોકેટ કમ્પોસ્ટિંગ દ્વારા સીધા ખાતરમાં ફેરવાય છે.

ભીના કચરાને લોકો માટે કમાણીના મોડેલમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય

ફાઉન્ડેશન હવે પેટન્ટેડ ઘર ઘર ફેક્ટરી જેવા ભાવિ ખ્યાલો પર કામ કરી રહ્યું છે, જ્યાં સોસાયટીના લોકો તેમના રસોડાના કચરામાંથી કમાણી કરી શકશે. આ ખ્યાલ ખરેખર સ્વચ્છ ભારત મિશનને સમર્થન આપે છે, કારણ કે અમે ભીના કચરાને લોકો માટે કમાણીના મોડેલમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય બનાવી રહ્યા છીએ. અમે દરખાસ્ત કરીએ છીએ કે તેઓ તેમના સ્થાને અમારા પેટન્ટ રોકેટ કમ્પોસ્ટરને સ્થાપિત કરે અને તેમના રસોડાના કચરાનો પ્રવાહી ખાતર બનાવવા માટે ઉપયોગ કરે, જે અમે તેમની પાસેથી ખરીદી લઈશું.

આ પણ વાંચો -- VADODARA : ગોત્રીમાં તળાવ કિનારે ડેબરીઝ નાંખી સાંકડુ કરવાનો કારસો, મોડે મોડે તંત્ર જાગ્યું

Tags :
Advertisement

.