Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પેટ્રોલ ટેન્કરમાંથી "કટકી" થતી હોવાનો આરોપ, અધિકારીઓ દોડી આવ્યા

VADODARA : ટ્રક ડિઝલથી ચાલે છે, તો તેમાંથી પેટ્રોલ કેવી રીતે બહાર આવી રહ્યું છે ? તેણે ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. આ અંગે ટ્રકના ચાલક પાસે કોઇ જવાબ ન્હતો
vadodara   પેટ્રોલ ટેન્કરમાંથી  કટકી  થતી હોવાનો આરોપ  અધિકારીઓ દોડી આવ્યા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં પેટ્રોલ પંપ સુધી પહોંચાડવામાં આવતા ટેન્કરમાંથી ઇંધણની કટકી થતી હોવાના સનસનીખેજ આરોપ લગાડવામાં આવી રહ્યા છે. આ આરોપ ગોરવા વિસ્તારમાં પેટ્રોલના ડિલર દ્વારા લગાડવામાં આવ્યા છે. ઘટના અંગે ઉચ્ચ સ્તરીય ફરિયાદ કરવામાં આવતા અધિકારીઓ દોડી આવ્યા હતા. અને ટેન્કર મારફતે પહોંચાડવામાં આવેલા ઇંધણમાં ધટ હોવાનું પ્રાથમિક તબક્કે સપાટી પર આવ્યું હતું. આ મામલે વધુ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાયલોટીંગ કરીને ટેન્કરને ગોરવા ખાતે લઇ આવ્યો

દેસાઇ યશવંત કુબેરભાઇએ મીડિયાને જણાવ્યું કે, ગોરવા ખાતે મારો પેટ્રોલપંપ ધરાવું છું. અને પ્રોપરાઇટર છું. ગતરોજ દુમાડ ખાતેના ઓઇલ ડેપોમાં 12 હજાર લીટર પેટ્રોલનો ઓર્ડર હતો. અમને મારૂતી રોડલાઇનનું ટેન્કર રજીસ્ટર્ડ થયું હતું. તે ભરવા માટે ગયું હતું. અમારો વિશ્વાસુ માણસ ટેન્કર લેવા પહોંચ્યો હતો. તે પાયલોટીંગ કરીને ટેન્કરને ગોરવા ખાતે લઇ આવ્યો હતો. તેવામાં દુમાડ પર અચાનક ટેન્કરમાંથી પેટ્રોલ પડવા માંડ્યું હતું. તે તેણે ટ્રકને ઓવરટેક કરીને ચાલકને સુચના આપી કે, તારી ટેન્કરમાંથી માલ પડી રહ્યો છે. ગાડી ઉભી રાખતા તેણે 12 હજારની લીટરની ટાંકી માંથી નહીં પરંતુ ટ્રકની ટાંકીમાંથી ઇંધણ બહાર આવી રહ્યું હતું. ટ્રક ડિઝલથી ચાલે છે, તો તેમાંથી પેટ્રોલ કેવી રીતે બહાર આવી રહ્યું છે ? તેણે ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. આ અંગે ટ્રકના ચાલક પાસે કોઇ જવાબ ન્હતો. બાદમાં તેને ટેન્કર પંપ પર લાવવા જણાવ્યું હતું.

Advertisement

ડિલરને મહિને 3 હજાર લિટરની ઇંધણની ઘટ રહેતી હોય છે

વધુમાં તેમણે જણાવ્યું કે, ટ્રક પંપ પર આવતા ચાલકે ગોળ ગોળ વાતો કરી હતી. અમને આશંકા છે કે, તેણે ટ્રકમાં કોઇ છુપુ કનેક્શન આપ્યું છે. જે ફૂલ થાય તો ઓટો કપ થઇ જાય તેવી હોઇ શકે. આ અંગે ઉચ્ચ સ્તરે જાણ કરવામાં આવી હતી. ટેન્કર આવે ત્યારે સરેરાશ 200 લિટરની ઘટ રહેતી હોય છે. આ અંગે રજુઆત કરવા છતાં કોઇ સમાધાન આવતું નથી. ડીલરને મહિને 3 હજાર લિટરની ઇંધણની ઘટ રહેતી હોય છે. ટીમો તપાસ કરી રહી હતી. દરમિયાન ચાલક ફરાર થઇ ગયો હતો. અધિકારીઓ ભેગા થયા છે. હવે આગળનો નિર્ણય કરીશું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : અંતિમ યાત્રાની બાજુમાંથી પસાર થવા જતા બાઇક ચાલકની ધુલાઇ

Tags :
Advertisement

.

×