Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મોડી રાત્રે પૂર ઝડપે જતી કાર પલટી, નબીરાઓ સામે ફરિયાદ

VADODARA : રેસકોર્ષ જવા નીકળ્યા તેવામાં રસ્તામાં ગાડી રોકીને આકાશે ઇંગ્લીશ દારૂની બોટલ કાઢી, જેમાંથી ત્રણેયે દારૂ પીધો, આકાશે પીધુ ન્હતું.
vadodara   મોડી રાત્રે પૂર ઝડપે જતી કાર પલટી  નબીરાઓ સામે ફરિયાદ
Advertisement

VADODARA : ગત રાત્રે વડોદરા શહેર (VADODARA CITY) ના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પિત્ઝા સામે પૂર ઝડપે આવતી કાલ પલ્ટી ગઇ હતી. કાર પલ્ટી જતા લોકો એકત્ર થઇ ગયા હતા. અને તે બાદ કારમાં સવાર યુવાનો જોડે બોલાચાલી થઇ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતા પીસીઆર વાન આવી પહોંચી હતી. આ ઘટના સમયે કારમાં હાજર યુવકોને પોલીસ મથક લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ચાર સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં રોડ વચ્ચેના ડિવાઇડર પરના ઝાડ ઉખડી ગયા હતા. અને કારની એરબેગ પણ ખુલી ગઇ હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન્હતી.

Advertisement

રસ્તામાં ગાડી રોકીને આકાશે ઇંગ્લીશ દારૂની બોટલ કાઢી

ગોરવા પોલીસ મથક (GORWA POLICE STATION - VADODARA) માં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગતરાત્રે કંટ્રોલરૂમ તરફથી વર્ધિ મળી કે, ડોમિીનોઝ પિત્ઝાની સામે કાર પલ્ટી ખાઇ ગઇ છે. તે બાદ નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં તૈનાત પોલીસ સ્થળ પર પહોંચી હતી. તે સમયે કાર પલ્ટી ખાઇ ગઇ હતી. અને કેટલાક માણસો વચ્ચે ખેંચા-ખેંચી થઇ રહી હતી. બાદમાં તેમને છોડાવીને ગોરવા પોલીસ મથક લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નામ પુછતા રાહુલ રાકેશભાઇ કુશ્વાહા (રહે. દર્શનમ, સમા-સાવલી રોડ, વડોદરા) અને રોહન રાકેશાઇ કુશ્વાહા હોવાનું જણાવ્યું હતું. તેણે તોતડાતી જીભે કહ્યું કે, તે પોતે, આકાશ ઇશ્વરભાઇ વસાવા, ફાલ્ગુન સતિષભાઇ રાઠોડ અને રોહન ઇનઓર્બિટ મોલ પાસેથી નાસ્તો લઇને રેસકોર્ષ જવા માટે નીકળ્યા હતા. તેવામાં રસ્તામાં ગાડી રોકીને આકાશે ઇંગ્લીશ દારૂની બોટલ કાઢી હતી. જેમાંથી ત્રણેયે દારૂ પીધો હતો. આકાશે પીધુ ન્હતું.

Advertisement

ચાર સામે અલગ-અલગ ફરિયાદ

ત્યાર બાદ ફાલ્ગુન રાઠોડને રેસકોર્ષ છોડવા જતા કાર પૂર ઝડપો હંકારવામાં આવી હતી. જેમાં સ્ટીયરીંગ પરનો કાબુ ના રહેતા ગાડી ડીવાઇડર જોડે ભટકાઇ હતી. જે બાદ રોહનને લોકો જોડે બોલાચાલી થઈ હતી. અને તેને પકડી લીધો હતો. અન્ય બે મિત્રો ગભરાઇને જતા રહ્યા હતા. ઘટના સ્થળે બંને ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમની પાસે દારૂ પીવ માટેની કોઇ પૂર્વ મંજુરી ન્હતી. જેથી રાહુલ રાકેશભાઇ કુશ્વાહા (દર્શનમ વિલા, સમા-સાવલી રોડ, વડોદરા), રોહન રાહુલ રાકેશભાઇ કુશ્વાહા (દર્શનમ વિલા, સમા-સાવલી રોડ, વડોદરા), આકાશ ઇશ્વર ભાઇ વસાવા અને ફાલ્ગુન સતિષભાઇ રાઠોડ સામે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે. જે બાદ આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- VADODARA : સામ-સામે બાઇક અથડાતા ત્રણના મોત

Tags :
Advertisement

.

×