Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને શાસકોને જગાડવાનો પ્રયાસ

VADODARA : આજે દેશભરમાં ગાંધી જયંતિની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વડોદરા (VADODARA) માં ગાંધી (MAHATAMA GANDHI JI) ચિંધ્યા સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા સત્તાધીશો અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી...
vadodara   ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને શાસકોને જગાડવાનો પ્રયાસ

VADODARA : આજે દેશભરમાં ગાંધી જયંતિની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વડોદરા (VADODARA) માં ગાંધી (MAHATAMA GANDHI JI) ચિંધ્યા સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા સત્તાધીશો અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અતુલ ગામેચી દ્વારા અવાર-નવાર શહેરના પ્રાણ પ્રશ્ને અવાજ ઉઠાવવામાં આવતો હોય છે. આજે તેઓ વિશ્વામિત્રી નદી પરના દબાણોને લઇને પોતાનો અનોખો વિરોધ નોંધાવવા માટે ગાંધીનગર ગૃહ ખાતે આવી પહોંચ્યા છે. અહિંયાથી તેઓ ચાલતા હાથમાં બેનર રાખીને કાલાઘોડા સર્કલ સુધી જશે.

Advertisement

લોકો બે દિવસ પાણી-જમવા વગર રહ્યા

સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું કે, આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિ છે. પુરા વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવી છે. વિશ્વમાં તેમને કોઇ ઓળખતું ના હોય તેવું ના મળે. અમે તેમની પ્રતિમાને ફુલહાર પહેરાવીને આશિર્વાદ લીધા છે. અમે સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલીશું, લોકોને ચલાવીશું. મહત્વની બાબત છે કે, અમે ગાંધીનગર ગૃહથી કાલાઘોડા સુધી ખુલ્લા પગે ચાલતા જવાના છે. અને વડોદરા શહેરમાં અત્યાર સુધી જે વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યા હતા, લોકોને મોટું નુકશાન પહોંચ્યું. લોકો બે દિવસ પાણી-જમવા વગર રહ્યા હતા. જેનું મુખ્ય કારણ વિશ્વામિત્રી નદી જેને પાલિકાએ ગટરનું પાણી નાંખીને ગંદી કરી દીધી છે.

જુની-નવી કાંસ પર અનેક દબાણો છે

વધુમાં તેમણે જણાવ્યું કે, બીજી વાત કે, વિશ્વામિત્રી નદીમાં પાલિકા, કલેક્ટર સરકાર દ્વારા પ્રતિબંધિત ઝોન દ્વારા રહેણાંક ઝોન બનાવીને નદી નાની કરી નાંખી છે. જેના કારણે તમામ પાણી જમા રહ્યા, તેમ થતા થતા નદી નાળું બની ગઇ છે. સાથે જ વડોદરામાં વરસાદી કાંસો આવેલી છે, જુની-નવી કાંસ પર અનેક દબાણો છે. વડોદરા મહાનગર પાલિકા ધ્યાન આપતી નથી. એટલે ક્યાંકને ક્યાંક આવા દબાણોના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. જેમણે વિશ્વામિત્રી નદીના પાણી નદીમાં જોયા હતા, તેમણે ઘરમાં જોયા. જેના કરાણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

Advertisement

વિશ્વામિત્રીને નદીનું સ્વરૂપ આપે તે માટે અમે ખુલ્લા પગે ચાલતા જવાના

તેમણે ઉમેર્યું કે, વડોદરા પાલિકા કે કલેક્ટર દ્વારા પૂર સમયે સહાય પણ મળી ના શકી. અમે તંત્રને કહેવા માંગીએ છીએ, વિશ્વામિત્રી નદીના જેટલા પ્રતિબંધિત જમીનો પર રહેણાંક ઝોન બની ગયા છે. તે તમામ જમીનો તાત્કાલીક સરકારશ્રી કરવામાં આવે, અને તેને ખુલ્લી કરવામાં આવે. વિશ્વામિત્રીને નદીનું સ્વરૂપ આપે તે માટે અમે ખુલ્લા પગે ચાલતા જવાના છીએ. મુખ્યમંત્રી દ્વારા વિશ્વામિત્રી નદી માટે રૂ 1200 કરોડ ફાળવ્યા છે. વડોદરા પાલિકા કોની રાહ જોઇને બેઠી છે. તાત્કાલીક કામગીરી ચાલુ કરાવવી જોઇએ. નદીને ખુલ્લી કરવી જોઇએ. ગટરના પાણી ના નિકાલ માટે એસટીપી પ્લાન્ટ બનાવીને તેનો સીધો નિકાલ કરવામાં આવે.

પાલિકાના સુતા લોકોને જગાડવાના છે

વધુમાં તેમણે ઉમેર્યું કે, નદી નાળુ બની ગઇ છે, તેના માટે પ્રદુષણ વિભાગ, સરકાર બંને સરખા જવાબદાર છે. નદી મોટી થશે, વરસાદી કાંસના દબાણો દુર થશે. સરકારને વિનંતી કરતું બેનર રાખ્યું છે. લોકોએ જાગૃત થવાની જરૂર છે. આપણું નહીં તો આપણા બાળકોનું ભવિષ્ય આપણે જોવાનું છે. પાલિકાના સુતા લોકોને જગાડવાના છે. અમારો કોઇ વિરોધ નથી. અમે લોકોને જાગૃત કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તમામ સારા છે, પરંતુ તેઓ કામગીરીમાં ઉણા ઉતર્યા છે. વડોદરાની જનતાને વેરાનું વળતર આપવાનો પ્રયાસ સાશકો દ્વારા કરવામાં આવવો જોઇએ.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : આજવા અને પ્રતાતપુરા ડેમના દરવાજા ખોલાયા, જાણો કારણ

Tags :
Advertisement

.