ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : બેંક કર્મી બનીને પોલીસ MP પહોંચી, ગેંગ રેપનો આરોપી 9 વર્ષે પકડાયો

VADODARA : વર્ષ 2016માં આરોપી શાંતુ ઇલૂ નીનામા, કમલેશ નિનામા, કૈલાશ ભાભોર, કાંતુ ભાંભોરએ પંચમહાલની યુવતીનું અપહરણ કર્યું હતું.
10:57 AM Dec 15, 2024 IST | PARTH PANDYA
VADODARA : વર્ષ 2016માં આરોપી શાંતુ ઇલૂ નીનામા, કમલેશ નિનામા, કૈલાશ ભાભોર, કાંતુ ભાંભોરએ પંચમહાલની યુવતીનું અપહરણ કર્યું હતું.

VADODARA : વડોદરા (VADODARA) પોલીસે સામાન્ય રીતે અઘરૂ લાગતું કામ કરી બતાવ્યું છે. વડોદરા શહેરના સિટી પોલીસ મથકના પીઆઇને બાતમી મળી હતી કે, અપહરણ અને ગેંગ રેપ કેસનો આરોપી મધ્યપ્રદેશમાં છુપાયો છે. આરોપીને કોઇ શક ના જાય તે માટે પોલીસે બેંક કર્મીનો વેશ ધર્યો હતો. અને મધ્યપ્રદેશ પહોંચી હતી. લોન ભરપાઇ કરવાની બાકી હોવાનું જણાવીને પુછપરછ કરવામાં આવી હતી. જેમાં જાણ્યું કે, આરોપી વડોદરાની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યો છે. બાદમાં આરોપીને દબોચીને (GANG RAPE ACCUSED CAUGHT AFTER 9 YEARS - VADODARA) તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, આ મામલે ચાર પૈકી પહેલા આરોપીને પકડવામાં 9 વર્ષે સફળતા મળી છે. બાકીના આરોપીઓને શોધવાની દિશામાં પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

આ ગુનામાં 4 આરોપીઓ પૈકી એક પણ પકડાયેલો નથી

સમગ્ર ડિટેક્શન અંગે ACP બાંભણીયાએ મીડિયાને જણાવ્યું કે, શહેર પોલીસ કમિશનર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવાની મુહીમ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા 9 વર્ષથી નાસતા-ફરતા આરોપી શાંતુ ઇલું નિનામા, જેની વિરૂદ્ધ ગેંગ રેપ અને અપહરણનો ગુનો દાખલ થયો છે. આ ગુનામાં 4 આરોપીઓ પૈકી એક પણ પકડાયેલો નથી. આખરે સિટી પોલીસ મથકના પીઆઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જાંબુઆ, મધ્યપ્રદેશમાં જઇને, પોલીસ દ્વારા બેંકના કર્મચારી-અધિકારીઓ તરીકે પહોંચીને તપાસ કરતા તે આજવા રોડ, કન્સ્ટ્રક્શન કરતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાં જઇને તેની અટકાયત કરીને તેને કોર્ટમાં રિમાન્ડ મેળવવાની વધુ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીની સઘન પુછપરછ કરીને અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. સાથે જ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવશે.

સમગ્ર ઘટનાક્રમની ટુંક વિગત

વર્ષ 2016માં આરોપી શાંતુ ઇલૂ નીનામા, કમલેશ નિનામા, કૈલાશ ભાભોર, કાંતુ ભાંભોર પંચમહાલની યુવતીની એકલતાનો લાભ લઈને તેને રિક્ષામાં બળજબરી પૂર્વક બેસાડી એસટી ડેપોમાં લઈ ગયા હતા. ત્યાંથી રાજકોટ ખાતેના એક મકાનમાં 20 દિવસ સુધી યુવતીને ગોંધી રાખવામાં આવી હતી. ત્યાં શાંતુ નિનામા સહિત 4 આરોપીઓએ 3 દિવસ સુધી વારાફરતી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ત્રણ આરોપીએ આ યુવતીને કમલેશ નીનામાને સોંપી દીધી હતી. ત્યારે આ કમલેશ નીનામા એ પણ યુવતી પર બળજબરી કરીને વીસ દિવસ સુધી દુષ્કર્મ ગુજારયુ હતું. જે મામલે સિટી પોલીસ મથકનાં ફરીયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો -- Rajkot માં કરોડોની જમીનોના 350થી વધુ નકલી દસ્તાવેજ થયા હોવાનો ખુલાસો

Tags :
9 yearsaccusedaftercaughtFurthergangGujaratFirstGujaratiNewsgujaratnewsInvestigationOtherRapestartedVadodara
Next Article