Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વરસાદ બાદથી ગરબા આયોજકોના માથે ચિંતાની લકીર

VADODARA : વડોદરા (VADODARA) માં ગતમોડી સાંજે પુરજોશ પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. જેમાં શહેર આખુ ધમરોળાયું હતું. આ અસરમાંથી ગરબા મેદાનો પણ બાકાત નથી. હવે નવરાત્રીને એક સપ્તાહ માત્ર બાકી છે, ત્યારે શહેરના અનેક ગરબા ગ્રાઉન્ડમાં વરસાદના...
vadodara   વરસાદ બાદથી ગરબા આયોજકોના માથે ચિંતાની લકીર

VADODARA : વડોદરા (VADODARA) માં ગતમોડી સાંજે પુરજોશ પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. જેમાં શહેર આખુ ધમરોળાયું હતું. આ અસરમાંથી ગરબા મેદાનો પણ બાકાત નથી. હવે નવરાત્રીને એક સપ્તાહ માત્ર બાકી છે, ત્યારે શહેરના અનેક ગરબા ગ્રાઉન્ડમાં વરસાદના પાણી ભરાતા કાદવ-કીચડ થઇ ગયું હતું. પાલિકા દ્વારા આગામી બે દિવસ હજી આ પ્રકારે વાતાવરણ રહે તેવી આગાહી દર્શાવવામાં આવી છે. જેને પગલે ગરબા આયોજકોના માથે ચિંતાની લકીર જોવા મળી રહી છે.

Advertisement

અડધા ઉપરના પાસનું વેચાણ થઇ ગયું

વડોદરાના ગરબા વિશ્વામાં જાણીતા છે. વડોદરામાં જેટલી મોટી સંખ્યામાં ખૈલેયાઓ મેદાનમાં ગરબે ધૂમે તેવું ક્યાંય થતું નથી. અહિંયા નવરાત્રી ઉજવવા લોકો દેશ-વિદેશમાંથી આવતા હોય છે. સામાન્ય રીતે નવરાત્રી પહેલાથી વરસાદ વિરામ લેતો હોય છે, તેવું થતું આવ્યું છે. પરંતુ ગતવર્ષથી નવરાત્રી સમયે વરસાદ આવવાના કારણે આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાવવાનું શરૂ થયું છે. આ સિલસિલો આજે પણ ચાલું છે. શહેરના મોટા ગરબા આયોજકો દ્વારા ગરબાના પાસનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે પૈકી અડધા ઉપરના પાસનું વેચાણ થઇ ગયું છે, તેવામાં ગતરોજ શહેરમાં વરસાદની એક ભારે ઇનીંગ ખેલાઇ ગઇ હતી.

Advertisement

અંતિમ ચરણમાં લાઇટીંગ, ડેકોરેશન કરવામાં આવે છે

જેના કારણે ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાયા છે. જેથી ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવાની કામગીરી રોકીને પરિસ્થિતી સુધારવા માટે આયોજકો દોડ્યા છે. વરસાદ બાદ ગ્રાઉન્ડની હાલત જોઇને આયોજકોને ફાળ પડવી સ્વાભાવિક છે. સામાન્ય રીતે અંતિમ ચરણમાં લાઇટીંગ, ડેકોરેશન વગેરેનું કાર્ય કરવામાં આવતું હોય છે. પરંતુ હજી સુધી તો ગ્રાઉન્ડ પર રમવા યોગ્ય થઇ શક્યું નથી. જેનો જવાબદાર વરસાદ છે. જેથી હવે આયોજકો દ્વારા ટુંકા સમયમાં તૈયારીઓ કેવી રીતે પૂર્ણ થાય તે દિશામાં આયોજનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે. મોટા ભાગના આયોજકોને વિશ્વાસ છે કે, નવરાત્રી સમયે વરસાદ વિલન નહીં બને અને સારી રીતે ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે.

આ પણ વાંચો -- VADODARA : હેવી વિજ લાઇનના થાંભલે ચઢી જીવના જોખમે હોર્ડિંગ્સ માટે મહેનત

Advertisement

Tags :
Advertisement

.