VADODARA : ગેસ બિલના બાકી નાણાંની વસુલાત તેજ, 115 કનેક્શન કપાયા
VADODARA : વડોદરાવાસીઓ માટે ઘર ઘર સુધી પાઇપ્ડ ગેસ પહોંચાડવાની સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ સુવિધાનો ઉપયોગ કરતા કેટલાક ગ્રાહકો દ્વારા બિલની ભરપાઇ સમયસર નહીં કરવાના કિસ્સામાં હવે ગેસ વિભાગ આકરી કાર્યવાહી કરી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, વડોદરા ગેસ લી. ના ગ્રાહકો પાસેથી રૂ. 19.76 કરોડ લેવાના નીકળે છે. (VADODARA GAS GOES FOR HARD RECOVERY FOR PENDING BILL) હવે આ રિકવરી તેજ કરી દેવામાં આવી છે. દરમિયાન અત્યાર સુધીમાં 115 જેટલા ગેસ કનેક્શનો કાપી નાંખવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
વિતેલા ત્રણ દિવસથી આકરી વસુલાત કરવામાં આવી
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા શહેરવાસીઓને ત્યાં પાઇપ્ડ ગેસ પહોંચાડવામાં આવે છે. ગેસ કંપનીના ગ્રાહકોના રૂ. 19.76 કરોડના બાકી બિલના નાણઆં નીકળે છે. જેની રીકવરી તેજ કરી દેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિતેલા ત્રણ દિવસથી આકરી વસુલાત કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ગેસ કંપનીની ટીમો દ્વારા 115 જેટલા કનેક્શન કાપ્યા છે. તેની સામે રૂ. 15 લાખની વસુલાત કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
સ્થાનિક પોલીસને સાથે રાખીને કાર્યવાહી
ગેસ વિભાગની ટીમો છેલ્લા ત્રણ દિવસથી મોગલવાડા, ખાટકીવાડ, લાડવાડા, ઉત્તમ ઝવેરીની પોળ, રાજુપુરા, ચિત્તેખાનની ગલી, બરાનપુરા, ચુનારાવાસ અને જાસુદ મહોલ્લામાં સ્થાનિક પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરી રહી છે. સુત્રોએ ઉમેર્યું કે, 1326 મિલકતોના મળીને રૂ. 19 કરોડ બાકી છે. તે પૈકી 1237 રહેણાંક મિલકતોના રૂ. 14 કરોડ અને 18 કોમર્શિયલ મિલકતોના રૂ. 57 લાખ, તથા 71 સ્પેશિયલ કોમર્શિયલ મિલકતોના રૂ. 5.16 કરોડ બાકી નીકળે છે.
આ પણ વાંચો --- VADODARA : રેલવેમાં ભરતી બાદ મોટા સ્ક્રેપ કૌભાંડની આશંકા, 2 ટ્રક જપ્ત


