VADODARA : આગમાં રૂ. 8 લાખનું નુકશાન, ટેલિકોમ કંપનીને નોટીસની તજવીજ
VADODARA : તાજેતરમાં વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ પાસે ફાઇબર ઓપ્ટીલ નાંખતી વેળાએ ગેસ લિક થયો હતો .આ ઘટનામાં જોતજોતામાં 4 દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઇ હતી. અને અનેકને નાની-મોટી ઇજાઓ થતા હોસ્પિટલ લઇ જવા પડ્યા હતા. આ ઘટનામાં ગેસ વિભાગને રૂ. 8 લાખનું નુકશાન થયું હોવાનું સપાટી પર આવ્યું છે. જેની ભરપાઇ કરવા માટે પાલિકા દ્વારા ખાનગી ટેલિકોમ કંપનીને નોટીસ ફટકારવામાં આવનાર છે. (GAS DEPARTMENT TO SLAP NOTICE TO PRIVATE TELECOM COMPANY OVER FIRE DAMAGE - VADODARA)
ચાર દુકાનો ભીષણ આગમાં હોમાઇ ગઇ
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ પાસે ખાનગી ટેલિકોમ કંપની દ્વારા ફાઇબર ઓપ્ટીક નાંખવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ગેસ લાઇનમાં લીકેજ થયું હતું. અને તે બાદ નજીકમાં આવેલા ચાર દુકાનો ભીષણ આગમાં હોમાઇ ગઇ હતી. જોતજોતામાં આગે વિકરાણ સ્વરૂપ ધારણ કરતા તમામના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક પહોંચીને કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
માંજલપુર પોલીસ મથકમાં અરજી આપવામાં આવી
આ ઘટનામાં ખાનગી ટેલિકોમ કંપનીની ગંભીર બેદરકારીના કારણે ગેસ વિભાગને રૂ. 8 લાખનું નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. જેથી ગેસ વિભાગ દ્વારા નુકશાનની ભરપાઇ કરવા માટે ખાનગી ટેલિકોન કંપનીને નોટીસ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ગેસ વિભાગના પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, વિભાગ દ્વારા માંજલપુર પોલીસ મથકમાં આ અંગેની એક અરજી પણ આપવામાં આવી છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : સોમવારે મોટું શટડાઉન, 5 લાખ લોકોને પાણી નહીં મળે