Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રૂ. 27 કરોડની વસુલાત માટે વડોદરા ગેસ લિ. આકરી બનશે

VADODARA : વડોદરા ગેસ લિ. દ્વારા વડોદરાના મોટા ભાગના ઘરો-કોમર્શિયલ એકમોમાં પાઇપ લાઇન મારફતે ગેસ પુરો પાડવામાં આવી રહ્યો છે
vadodara   રૂ  27 કરોડની વસુલાત માટે વડોદરા ગેસ લિ  આકરી બનશે
Advertisement
  • બાકી ગેસ બિલની ભરપાઇ માટે 10 દિવસનો સમય અપાયો
  • નાણાંની વસુલાતને લઇને ગેસ કંપનીએ કમર કસી લીધી
  • નોટીસ આપ્યા વગર જ સીધુ કનેક્શન કપાય તો નવાઇ નહીં

VADODARA : વડોદરા શહેરભરમાં પાઇપ લાઇન થકી ગેસ કનેક્શન આપી વડોદરા ગેસ લિમિટેડ (VADODARA GAS LIMITED) દ્વારા પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. હાલના ગ્રાહકો પૈકી રૂ. 27 કરોડના ગેસ બીલ ભરપાઇ કરવાના બાકી છે. જેને પગલે આ વસુલાત ઝડપી બનાવવા માટે વડોદરા ગેસ લિ. દ્વારા ગેસ કનેક્શન કાપવા સુધીની આકરી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. ટુંક સમયમાં ગેસ જોડાણ કાપવા માટેની વ્યાપક ઝુંબેશ શરૂ થનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

કંપનીનું તંત્ર આકરૂ બનશે

વડોદરા ગેસ લિમિટેડ કંપની વડોદરા પાલિકા અને ગેસ કંપની ગેઇલનું સંયુક્ત સાહસ છે. વડોદરા ગેસ લિ. દ્વારા વડોદરાના મોટા ભાગના ઘરો-કોમર્શિયલ એકમોમાં પાઇપ લાઇન મારફતે ગેસ પુરો પાડવામાં આવી રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પાઇપ મારફતે ગેસ મેળવતા ગ્રાહકો પૈકી ગેસ બીલની રૂ. 27 કરોડની રકમ લેવાની બાકી નિકળે છે. હવે આ નાણાંની વસુલાત માટે વડોદરા ગેસ લિ. કંપનીનું તંત્ર આકરૂ બનવા જઇ રહ્યું છે.

Advertisement

મોટી રકમ બાકી નિકળતા સુધી તંત્રએ વાટ કેમ જોઇ

સુત્રોના જણાવ્યા અનુસાર, જે લોકોના ગેસ બીલ બાકી છે, તેમને કંપની દ્વારા 10 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે. જેમાં ગ્રાહકો ગેસ કંપનીમાં જઇને અથવા તો ઓનલાઇન પૈસા ભરપાઇ કરી શકે છે. તે બાદ કંપની દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સુત્રોએ ઉમેર્યું કે, 10 દિવસ બાદ કોઇ પણ પ્રકારે નોટીસ આપ્યા વગર સીધા જ ગેસ કનેક્શન કાપીને પુરવઠો બંધ કરી દેવામાં આવશે. જો કે, સ્થાનિકોમાં ગણગણાટ છે કે, આટલી મોટી રકમ બાકી નિકળતા સુધી તંત્રએ વાટ કેમ જોઇ, જો પહેલા જ કડક કામગીરી શરૂ કરી દીધી હોત તો, આજે આ દિવસ ના આવ્યો હોત.

આ પણ વાંચો --- VADODARA : કૃણાલ ચાર રસ્તા પાસે 150 પથારાના શેડ દુર કરાયા, 7 ની અટકાયત

Tags :
Advertisement

.

×