Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગેસ લાઇનના ખોદકામ વેળાએ બે શ્રમિકો દટાયા

VADODARA : ઘટના અંગે જાણ થતા જ વડું પોલીસ મથકના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી.
vadodara   ગેસ લાઇનના ખોદકામ વેળાએ બે શ્રમિકો દટાયા
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા પાદરાના મુવાલ ગામ પાસે બેલ્જિયમ કંપનીની ગેસ લાઇન માટે ખોદકામ કરવા ખાડામાં ઉતરેલા બે પૈકી એક શ્રમિકનું રોડ પર પડેલી માટે ઘસી પડતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને તુરંત ખાડામાં દબાયેલ બે શ્રમિકો પૈકી એક શ્રમિકને સમય સૂચકતા વાપરી લોકટોળાએ સહી સલામત બહાર કાઢવામાં મદદ કરી હતી. જો કે, આ ઘટનામાં એક શ્રમિકનું દબાઇ જવાના કારણે મોત નિપજ્યું હતું. ઘટના અંગે જાણ થતા જ વડું પોલીસ મથકના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી.

એક શ્રમિકનું દટાઈ જવાના કારણે ઘટના સ્થળે મોત થયું

સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરાના ડભાસા ગામે આવેલી ખાનગી કંપની બેલ્જિયમ કંપનીના ગેસ લાઇનનું કામકાજ મુવાલ પાસે ચાલી રહ્યું હતું. જે કરવા માટે બે શ્રમિકો ખાડામાં ઉતર્યા હતા. દરમિયાન પાસેની માટી અચાનક ઘસી પડતા બે પૈકી એક શ્રમિકનું દટાઈ જવાના કારણે ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બુમાબુમ થતા લોક ટોળા ભેગા થઈ જતા સમય સૂચકતાથી ખાડામાં ઉતરેલા એક શ્રમિકને સહી સલામત બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યો હતો.

Advertisement

વડું પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી

આ ઘટનામાં સંજય ભુપતસિંહ મોરી (ઉં. 30) (રહે.પાદરા, મહુવડ) નું ઘટનાસ્થળે માટી ઘસી પડતા દટાઈ જવાથી મોત નીપજ્યું હતું. ઘટના અંગે વડુ પોલીસને ઘટનાની જાણ થતા જવાનો તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : બાકી મિલકતવેરાની વસુલાત માટે પાલિકા રિકવરી મોડમાં

Tags :
Advertisement

.

×