VADODARA : ખોદેલી ગેસ લાઇનમાં આગ લાગતા એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો
VADODARA : વડોદરા (VADODARA) શહેરના સયાજીપૂરા પાણીની ટાંકી પાસે ખોદેલી ગેસ લાઇનમાં અચાનક આગ લાગવાની (GAS LINE CAUGHT FIRE - VADODARA) ઘટના સામે આવતા લોકોમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે. ખાડામાંથી ચાર ફૂટ જેટલી ઉંચી અગ્નિ જ્વાળાઓ નીકળતા લોકોમાં ઉત્તેજવા વ્યાપી હતી. અને બાદમાં સલામતીના ભાગરૂપે એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડીને પહોંચ્યા હતા. અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.
ચાર ફૂટ જેટલી ઉંચાઇની અગ્નિ જ્વાળાઓ નીકળી
આજે બપોરે વડોદરાના સયાજીપૂરા પાણીની ટાંકી પાસે આગનું છમકલું સામે આવ્યું છે. જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, અહીંયા ગેસ લાઇનના રીપેરીંગ માટે ખાદો ખોદવામાં આવ્યો હતો. જેમાંથી અચાનક આજે બપોરે ચાર ફૂટ જેટલી ઉંચાઇની અગ્નિ જ્વાળાઓ નીકળી હતી. મુખ્યમાર્ગની બાજુમાં આ પ્રકારે આગની જ્વાળાઓ બહાર આવતા લોકોમાં ભય પ્રસર્યો હતો. આગ ધીરે ધીરે વધતા જતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
તમામે રાહતનો શ્વાસ લીધો
આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો તુરંત દોડી આવ્યા હતા. સાથે જ ગેસ વિભાગને જાણ કરવામાં આવતા તેમની ટીમ પણ દોડી આવી હતી. ત્યાર બાદ ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી હતી. આગ પર કાબુ મેળવી લીધા બાદ તમામે રાહતનો શ્વાસ લીધો હતો. સમયાંતરે ગેસ લાઇનમાં લિકેજ થવાના કારણે આગની ઘટનાઓ સામે આવતી રહે છે. આ પ્રકારની ઘટનાઓ નાથવા માટે તંત્રએ ચોક્કસ સ્ટ્રેટર્જી બનાવવી જોઇએ તેવો લોકોમાં ગણગણાટ છે.
આ પણ વાંચો -- VADODARA : દબાણ શાખાએ જપ્ત કરેલો સામાન મુકવાની જગ્યા "હાઉસફુલ" થવાની તૈયારીમાં


