ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : 500 પરિવારો ગેસથી વંચિત રહ્યા, લાઇનમાં ભંગાણે મુશ્કેલી સર્જી

VADODARA : સ્થાનિક કોર્પોરેટર બાળુ સુર્વે દોડી આવ્યા હતા. અને તેમની હાજરીથી કર્મચારીઓ દ્વારા રીપેરીંગ કાર્ય વેગવંતુ બનાવવામાં આવ્યું હતું.
06:59 PM Dec 02, 2024 IST | PARTH PANDYA
VADODARA : સ્થાનિક કોર્પોરેટર બાળુ સુર્વે દોડી આવ્યા હતા. અને તેમની હાજરીથી કર્મચારીઓ દ્વારા રીપેરીંગ કાર્ય વેગવંતુ બનાવવામાં આવ્યું હતું.

VADODARA : વડોદરાવાસીઓની (VADODARA) સુખાકારી માટે ગેસલાઇન નાંખવામાં આવી છે. પરંતુ તે હવે મુશ્કેલીનું કારણ બની રહી છે. શહેરના બકરાવાડી વિસ્તારમાં ગેસ લાઇનમાં મોટું ભંગાણ (GAS LINE LEAKAGE) સર્જાતા ટીમો દોડતી થઇ હતી. સમારકામ દરમિયાન આજે સવારે 500 જેટલા પરિવારો ગેસથી વંચિત રહ્યા હતા. અને પરિવારોની સવાર બગડી હતી. જેને પગલે સ્થાનિકોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતા ટીમો આવી પહોંચી

વડોદરાના વહીવટી વોર્ડ નં- 13 માં આવતા મદનઝાંપા રોડ પર આવેલી બકરાવાડીમાં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી દરમિયાન ગેસની લાઇનમાં ભંગાણ થઇ ગયું હતું. જેને પગલે સ્થળ પર અફરાતફરી મચી જવા પામી હતી. અને રીપેરીંગ કાર્ય માટે વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ટીમો આવી પહોંચી હતી. અને ગેસનો પ્રવાહ બંધ કરીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોટું ભંગાણ હોવાથી કામગીરી સવાર સુધી ચાલી હતી.

નિત્યક્રમ ખોરવાયો

જેને પગલે આજે સવારે આશરે 500 જેટલા પરિવારોના ઘરે ગેસ પહોંચી શક્યો ન્હતો. જેના કારણે શિયાળાની ઠંડીમાં તેમણે ગેસથી વંચિત રહેવું પડ્યું હતું. અને તેમને નિત્યક્રમ ખોરવાયો હતો. ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર બાળુ સુર્વે દોડી આવ્યા હતા. અને તેમની હાજરીથી કર્મચારીઓ દ્વારા રીપેરીંગ કાર્ય વેગવંતુ બનાવવામાં આવ્યું હતું. આખરે તડકો નિકળ્યા બાદ લોકોના ઘર સુધી ગેસનો પુરવઠો પહોંચાડવાનું શક્ય બન્યું હતું.

ત્વરિત રિપેરીંગ થવું જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી

ગેસ લાઇનમાં લિકેજ થવાના કારણે પુરવઠો ખોરવાઇ જવાની ઘટનાઓ કોઇ નવી નથી. પરંતુ લોકોની સુવિધા માટે ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા મુશ્કેલીનું કારણ ના બને તે રીતે ત્વરિત રિપેરીંગ થવું જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સાથે જ લિકેજ સર્જનાર સામે કડકમાં કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : e-KYC ની મોકાણ, રજાના દિવસે સેવાઓ આપતું તંત્ર કામના દિવસે ઉણું ઉતર્યું

Tags :
concernfacegasleakageLinePeopleraisetroubleVadodara
Next Article