VADODARA : ખોટા ઓર્ડરથી નોકરી મેળવનાર જેટકોના ત્રણ એન્જિનિયરોને પાણીચું
VADODARA : ગુજરાત રાજ્યની વિજ કંપની જેટકોમાં વર્ષ 2012 માં ખોટા ઓર્ડર સાથે નોકરી મેળવનારા ત્રણ એન્જિનિયરોને પાણીચું (GETCO BOGUS JOB LATTER SCAM - VADODARA) પકડાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ તેમના પગારની કુલ મળીને રૂ. 2.50 કરોડની રીકવરી કાઢવામાં આવી છે. જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રત્યેક એન્જિનિયરે અત્યાર સુધી અંદાજીત રૂ. 90 લાખનો પગાર મેળવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.
પ્રથમ મનમાની કરનાર અધિકારીને નોકરીમાંથી છુટ્ટા કરી દેવામાં આવ્યા
સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2012 માં વિજ કંપની જેટકોમાં જૂનિયર એન્જિનિયરોની ભરતી કરવામાં આવી હતી. જેટકોના એચઆર ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા ત્રણ ઉમેદવારોના નામો મેરિટ લિસ્ટમાં નહીં હોવા થતાં તેમની પસંદગી કરીને નોકરીના ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા. જે બાદ ત્રણેય ઉમેદવારો દ્વારા વિજ કંપનીમાં નોકરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ ખોટી રીતે નોકરી આપી દેવામાં આવી હોવાની વાતનો સનસનીખેજ ખુલાસો થતાની સાથે જ મનમાની કરનાર અધિકારીને નોકરીમાંથી છુટ્ટા કરી દેવામાં આવ્યા હતા. અને બીજી તરફ એન્જિનિયરોને શો કોઝ નોટીસ ફટકારવામાં આવી હતી.
ત્રણેય ભરૂચ, રાજકોટ અને મહેસાણા ઝોનમાં પોતપોતાની ફરજરત
જે બાદ ત્રણ પૈકી બે એન્જિનિયરો હાઇકોર્ટમાં ગયા હતા. કોર્ટમાં સુનવણી દરમિયાન જેટકોના સત્તાધીશોને ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના અંતે ખોટા ઓર્ડર સાથે નોકરી મેળવનાર ત્રણેય એન્જિનિયરોને છુટ્ટા કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. હાલ ત્રણેય એન્જિનિયરો ભરૂચ, રાજકોટ અને મહેસાણા ઝોનમાં પોતપોતાની ફરજ બજાવી રહ્યા છે. આ સાથે જ તમામે મેળવેલા કુલ પગારના રૂ. 2.50 કરોડની રકમની રિકવરી કાઢવામાં આવી છે. જેને સત્વરે પૂર્ણ કરવામાં આવશે. ત્રણેય એન્જિનિયરોએ 13 વર્ષ સુધી નોકરી કરીને પગાર મેળવ્યો હતો.
આ પણ વાંચો --- Gir Somnath : ઉના-કોડીનાર હાઈવે પર કાર-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 3 આશાસ્પદ યુવકનાં મોત


