VADODARA : "તું વાત નહીં કરે તો તારા ભાઇ, બહેન અને પિતાને....", સનકી પ્રેમીની ધમકી
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા વાઘોડિયા પોલીસ મથક વિસ્તારમાં સનકી એક તરફી પ્રેમીની ધમકીનો મામલો સામે આવ્યો છે. પ્રેમી દ્વારા અવાર નવાર યુવતિને પરેશાન કરવામાં આવતી હતી. અનેક પ્રયાસો છતાં યુવતિએ કોઇ પણ પ્રકારની દાદ નહીં આપતા સનકી પ્રેમીએ પોતાનું પોત પ્રકાશ્યું હતું. અને યુવતિને ધમકી આપતા કહ્યું કે, તું મારી સાથે નહીં બોલે તો તારા ભાઇ, બહેન, તથા પપ્પાને હું મારીશ. આ ઘટના બાદ યુવક મોડી રાત સુધી યુવતિના ઘર પાસે તેનો પીછો કરતો નજરે પડ્યો હતો. આખરે સતત પરેશાની અને છેડતીના પ્રયાસથી ત્રસ્ત યુવતિને સનકી સામે ફરિયાદ નોંધાવી છે.
તોફીક યુવતિને મિત્રતા રાખવા માટે અવાર-નવાર કહેતો
વાઘોડિયા પોલીસ મથકમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકથી પીડિત યુવતિએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર, યુવતિ દોઢ વર્ષ પહેલા પોતાના ઘરેથી મોટા પપ્પાના ઘરે જતા હતા. અને તેમનમાં ફળિયામાં આવતા-જતા તોફીક હુસેનભાઇ મન્સુરી (રહે. વાઘોડિયા) જોડે સામાન્ય વાત થતી હતી. તોફીક યુવતિને મિત્રતા રાખવા માટે અવાર-નવાર કહેતો હતો. જો કે, આ મામલે યુવતિ તેનો કોઇ દાદ આપતી ન્હતી.
રાત્રે દોઢ વાગ્યે યુવતિનો પીછો કરતો તોફીક તેના ઘર પાસે આવી ગયો
આખરે 13, એપ્રિલના રોજ બપોરે તોફીકે યુવતિના ઘર પાસે આવીને તેને ધમકાવી હતી. તેણે કહ્યું કે, તું મારી સાથે નહીં બોલે તો તારા ભાઇ, બહેન અને પપ્પાને હું મારીશ. જે બાદ બીજા દિવસે રાત્રે દોઢ વાગ્યે યુવતિનો પીછો કરતો તોફીક તેના ઘર પાસે આવી ગયો હતો. આખરે પીડિત યુવતિએ સતત પરેશાની અને છેડતી મામલે આરોપી તોફીક હુસેનભાઇ મન્સુરી (રહે. વાઘોડિયા) સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ વાઘોડિયા પોલીસ દ્વારા વધુ કાયદેસરવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનાર ચાર સંતાનના પિતાને આજીવન કેદ