VADODARA : બદઇરાદાથી બચવા નિર્વસ્ત્ર વૃદ્ધના ગુપ્તાંગ પર ચાકુનો ઘા
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) અંગર્તગ આવતા પાદરાના વડુ-અંધારીપુરા ગામે અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહિં 20 વર્ષની યુવતી ને ઘરે બોલાવીને આબરૂ લેવાનો પ્રયત્ન કરતા 60 વર્ષિય વૃદ્ધ જોડેથી સ્વબચાવ કરવા જતા ધારદાર ચપ્પુ હાથ માં લઇ વૃદ્ધ ના ગુપ્તાંગ પર મારી દીધું હતું. જેમાં ગંભીર ઈજા થતા લંપટ વૃદ્ધને વધુ સારવાર અર્થે વડોદરા ની એસ.એસ.જી. હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઉપરોક્ત બનાવ અંગે પાદરાના વડું પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તારૂ કામ છે, તુ મારા ઘરની અંદર આવ
પાદરાના વડુ-અંધારી પુરા ગામની પ્રાથમિક શાળાની બાજુમાં રહેતી 20 વર્ષીય યુવતીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. ગતરોજ સવારે સાડા નવ વાગે ઘરેથી તે ભેંસોનું વાસીદુ ભરીને ખેતરમાં નાંખવા માટે ગઇ હતી. અને મારા ખેતરમાં વાંસીદુ નાંખીને તલાવડીની પાળે માટી લેવા માટે ગઇ હતી. તે વખતે તલાવડીની પાળે ભીખાભાઈ મણીભાઈ ચૌહાણ (ઉં. 60) તેમના ઘરની નજીક ઉભેલા હતા. ભીખાભાઈ ચૌહાણે યુવતીને બોલાવીને કહ્યું કે, તારૂ કામ છે, તુ મારા ઘરની અંદર આવ.
યુવતિ વૃદ્ધના બદઇરાદા સમજી ગઇ
યુવતીને થયું કે, કંઇ કામ હશે. જેથી તે ભીખાભાઈ સાથે તેમના ઘરની અંદર ગઇ હતી. બાદમાં દરવાજો ભીખાભાઇએ એકદમ દોડીને બંધ કરી દીધો હતો. અને પોતાના વસ્ત્રો કાઢી નાંખ્યા હતા. બાદમાં નરાધમ વૃદ્ધે યુવતીને પકડવાની કોશિશ કરી હતી. જો કે યુવતિ વૃદ્ધના બદઇરાદા સમજી ગઇ હતી. જેથી તે વૃદ્ધના હાથમાં આવી ન્હતી. અને બચવાના પ્રયાસો ચાલુ કર્યા હતા. દરમિયાન આજુબાજુ નજર કરતા ભીખાભાઈથી બચાવ માટે નજીકમાં પડેલ ધારદાર ચપ્પુ હાથમાં લઈ લેતા યુવતી અને ભીખાભાઈ વચ્ચે ઝપાઝપી થઇ હતી. તેવામાં ધારદાર ચપ્પુ ભીખાભાઈના ગુપ્તાંગ ઉપર વાગી ગયું હતું. અને તેમાંથીલોહી નીકળવા લાગેલ હતું.
હાજર ના હોવાથી કોઇ મદદે આવ્યું ન્હતું
આ સમયે ઝપાઝપીમાં ભીખાભાઈનો મોબાઇલ નીચે પડી ગયો હતો. તે મોબાઇલ યુવતી હાથમાં લઈ એકદમ દોડીને ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળી બુમાબુમ કરી હતી.પરંતુ ઘટના સ્થળે કોઈ હાજર ના હોવાથી કોઇ મદદે આવ્યું ન્હતું. બાદમાં યુવતી બચાવ માટે રસ્તા ઉપર જતી રહી હતી. અને ત્યાંથી મોબાઇલમાં 100 નંબર ઉપર ફોન કરી નજીકના મંદિર પાસે જતી રહી હતી. સમગ્ર મામલે યુવતીએ આપેલી ફરિયાદ આધારે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ડીઝલ ચોરી કૌભાંડ મામલે પાલિકાએ એજન્સીને મોટો દંડ ફટકાર્યો