VADODARA : આવાસના મકાનમાં રહેતા લોકોને પાણી માટે વલખા, થાળી વગાડી વિરોધ
VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવામાં આવેલા આવાસ યોજનાના મકાનોમાં રહેતા લોકોને પાણીનું જોડાણ નહીં આપતા વેલણ વડે થાળીઓ વગાડીનો પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ફેબ્રુઆરી માસમાં પઝેશન લીધા બાદ 10 મહિનાથી પાણીનું કનેક્શન નહીં મળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. અને હવે તેમના સબરનો બંધ તુટતા તેમણે થાળીઓ વગાડીને પોતાનો વિરોધ નોંધાવવો પડ્યો છે. હાલ તેમની પાસે બોરના પાણીનો વિકલ્પ છે, પરંતુ તેમાં ટીડીએસનું પ્રમાણ ઉંચુ હોવાના કારણે તેનો સિમીત જ ઉપયોગ થઇ શકે તેમ છે.
10 મહિના બાદ પણ પાણીની લાઇનનું કનેક્શન આપવામાં આવ્યું નથી
વડોદરાના ગોરવા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં આવાસ યોજનાના મકાનો આવેલા છે. તાજેતરમાં આ મકાનોમાં નવા વિજ કનેક્શન અંતર્ગત સ્માર્ટ વિજ મીટર મુકવામાં આવતા સ્થાનિકોનો મોરચો વિજ કચેરીએ પહોંચ્યો હતો. ત્યાર બાદ હવે પાણીની સમસ્યા માટે લોકોએ થાળીઓ વગાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, અહીંયા રહેતા લોકોએ પઝેશન મેળવ્યાના 10 મહિના બાદ પણ તેમને પાણીની લાઇનનું કનેક્શન આપવામાં આવ્યું નથી. જેના કારણે તેઓ તેમની પાણીની જરૂરિયાતને લઇને મજબુર બન્યા છે.
હાઉસિંગ બોર્ડ ની ફાઇલ પાલિકામાં પેન્ડિંગ છે
સુત્રોએ ઉમેર્યું કે, હાલ લોકોના વપરાશ માટે બોરના પાણીનો વિકલ્પ ઉપબલ્ધ છે. પરંતુ તેમાં ટીડીએસનું પ્રમાણ ઉંચું હોવાના કારણે તેનો સિમીત ઉપયોગ થઇ શકે છે. હાલ લોકો પીવાના પાણી માટે પૈસા ખર્ચીને જગ લાવી રહ્યા છે. સુત્રોએ વધુમાં ઉમેર્યું કે, હાઉસિંગ બોર્ડ ની ફાઇલ પાલિકામાં પેન્ડિંગ છે. જેના કારણે આ વિલંબ થઇ રહ્યો હોવાનું આ તબક્કે સપાટી પર આવવા પામ્યું છે. સ્થાનિકોના વિરોધ બાદ આ કામગીરી પૂર્ણ કરવામાં હજી કેટલો સમય લાગે છે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : હાથીખાના હોલસેલ માર્કેટમાંથી બે બાળ શ્રમિકો મુક્ત કરાવાયા