VADODARA : ડ્રેનેજનું ગંદુ પાણી રોડ પર વહેતા ઉબકા ચઢે તેવી સ્થિતી
VADODARA : વડોદરાના ગોત્રીમાં યશ કોમ્પલેક્ષ ચાર રસ્તા પાસે ડ્રેનેજનું પાણી રોડ પર વહ્યું છે. ડ્રેનેજ લાઇન ઉભરાઇ જવાના કારણે આ સ્થિતીનું સર્જન થયું છે. વાહનોથી ધમધમતા રોડ પર ચાલકો ઉબકા ચઢે તેવી સ્થિતીમાંથી પસાર થવા મજબુર બન્યા છે. હવે પાલિકાનું તંત્ર કેટલા સમયમાં આ સમસ્યા દુર કરે છે, તે જોવું રહ્યું. (DRAINAGE OVERFLOW, WATER WITH UNPLEASANT SMELL RUN OVER ROAD - GOTRI, VADODARA)
ગટરનું દુષિત અને દુર્ગંધ મારતું પાણી રોડ પર વહ્યું
વડોદરા પાલિકાનું તંત્ર હમણાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર ફોકસ કરી રહ્યું છે. જેના કારણે શહેરવાસીઓની નાની-મોટી અન્ય સમસ્યાઓ ઉકેલવામાં સમય લાગી રહ્યો હોય તેવું સામે આવ્યું છે. આજે વડોદરા શહેરના વાહનોથી સતત ધમધમતા ગોત્રી વિસ્તારના યશ કોમ્પલેક્ષ પાસે ડ્રેનેજ લાઇન ઉભરાઇ હતી. જેને પગલે ગટરનું દુષિત અને દુર્ગંધ મારતું પાણી રોડ પર વહ્યું હતું. જેને પગલે અહિંયાથી પસાર થતા વાહનો ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો હતો. આ સ્થિતી અંગે પાલિકાને જાણ કરવામાં આવતા બપોર સુધી કોઇ જવાબદાર અધિકારી સ્થળ પર ના પહોંચ્યું હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે.
અનેક પરિવારો મુશ્કેલી વેઠવા મજબુર બન્યા
વડોદરામાં પાણી અને ડ્રેનેજની સમસ્યા આમ તો બારે માસ રહે છે. પરંતુ હાલના સમયમાં તેમાં વધારો જોવા મળી રહ્યો છે. ક્યાંક પીવાનું પાણી નથી મળી રહ્યું, તો ક્યાંક પુરતું પાણી નથી મળી રહ્યું, તો ક્યાંક પીવાનું પાણી દુષિત મળી રહ્યું છે. અને બીજી તરફ ડ્રેનેજ લાઇન ચોકઅપ અથવાતો ઉભરાઇ જવાના કારણે અનેક પરિવારો મુશ્કેલી વેઠવા મજબુર બન્યા છે. આવી સ્થિતીમાં લોકોની સમસ્યાનો ક્યારે અંત આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : દર્દીઓ માટેની વ્હીલચેર હોસ્પિટલ તંત્ર માટે કચરા લારી બની..!


