Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ફર્નિચરની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો જપ્ત કરતી પોલીસ

VADODARA : પોલીસ મથકના જવાનોને ફર્નિચરની આડમાં લઇ જવાતા દારૂ ભરેલા ટેમ્પા અંગે બાતમી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા
vadodara   ફર્નિચરની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો જપ્ત કરતી પોલીસ
Advertisement

VADODARA : 31, ડિસેમ્બરની તારીખ નજીક આવતા જ શહેરના વિવિધ પોલીસ મથકમાં દારૂ પકડવાની કામગીરી તેજ બની છે. વિતેલા 24 કલાકમાં હરણી પોલીસ મથક (HARNI POLICE STATION - VADODARA) માં આવેલા દરજીપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) ની ટીમોએ દરોડા પાડીને રૂ. 22 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો છે. તો બીજી તરફ તે સમયગાળા દરમિયાન શહેરના ગોત્રી પોલીસ મથક (GOTRI POLICE STATION - VADODARA) ના જવાનોએ બાતમીના આધારે 200 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ વિદેશી દારૂનો જથ્થો ફર્નિચરની આડમાં લઇ જવામાં આવતો હોવાનું પ્રાથમિક સુત્રોનું જણાવવું છે.

Advertisement

24 કલાકમાં બે મોટી કાર્યવાહી

નવા વર્ષના આગમનમાં ડીજે, ડાન્સ પાર્ટી સાથે ડ્રિંન્કનું ચલણ વધતું જાય છે. તેવા સમયે ઉઠેલી માંગને પહોંચી વળવા માટે બુટલેગરો દ્વારા દારૂ ધૂસાડવા માટે અવનવા કિમીયાઓ અજમાવવામાં આવતા હોય છે. તેની સામે બુટલેગરોની ચાલાકી ઉંધી પાડવા માટે પોલીસ તંત્ર પણ સતર્ક રહે છે. વિતેલા 24 કલાકમાં વડોદરાના હરણી પોલીસ મથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પડકારોનો સામનો કરતા રૂ. 22 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. અંદાજીત આ સમયગાળા દરમિયાન વડોદરાના ગોત્રી પોલીસ મથકની ટીમ દ્વારા પણ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

ટેમ્પાને પોલીસ મથકે લાવીને મુદ્દામાલની ગણતરી કરાઇ

ગોત્રી પોલીસ મથકના જવાનોને ફર્નિચરની આડમાં લઇ જવાતા દારૂ ભરેલા ટેમ્પા અંગે બાતમી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને બાતમીથી મળતો આવતો ટેમ્પો પકડી પાડ્યો હતો. આ ઘટનામાં ચાલકનો કોઇ પત્તો લાગ્યો ન્હતો. પોલીસ દ્વારા પંજાબ પાર્સિંગના ટેમ્પાને ગોત્રી પોલીસ મથકે લાવીને તેનામાંથી રિકરવ કરવામાં આવેલા મુદ્દામાલની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 200 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું હતું. આ સાથે ફર્નિચરનો પણ મોટો જથ્થો મળી આવ્યો હતો.

બુટલેગરોમાં ફફડાટ પેંસી જવા પામ્યો

આ ઘટનામાં પોલીસે વાહન નંંબરના આધારે ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર મામલો સપાટી પર આવતા જ બુટલેગરોમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : દારૂના કટીંગ ટાણે SMC ના દરોડા, અધિકારીએ સ્વબચાવમાં ફાયરીંગ કર્યું

Tags :
Advertisement

.

×