ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ચોકલેટ મોંઘી લાગે તે હદે સીઝનલ શાકભાજીના ભાવ ગગડ્યા

VADODARA : ખેડૂતો પોતાના પાકને સારામાં સારી રીતે ઉગાડવા માટે ખેડૂતો દિવસ-રાત, ઠંડી, ગરમી, તથા વરસાદ જોતા નથી, અને અંતે સ્થિતી આવી થાય છે
11:18 AM Jan 20, 2025 IST | PARTH PANDYA
VADODARA : ખેડૂતો પોતાના પાકને સારામાં સારી રીતે ઉગાડવા માટે ખેડૂતો દિવસ-રાત, ઠંડી, ગરમી, તથા વરસાદ જોતા નથી, અને અંતે સ્થિતી આવી થાય છે

VADODARA : શિયાળામાં લીલા શાકભાજી માર્કેટમાં (WINTER GREEN LEAFY VEGETABLES - VADODARA) મોટા પ્રમાણામાં આવતા હોય છે. અન્ય રૂતુ કરતા શિયાળામાં જમવાની થાળીમાં વધુ લીલોતરી જોવા મળે છે. પરંતુ આ વર્ષે ખેડુતો નારાજ જોવા મળી રહ્યા છે. કારણકે લીલા શાકભાજી ચોકલેટ કરતા પણ ઓછા ભાવમાં પ્રતિકિલો વેચાઇ (LOW PRISE - VADODARA) રહ્યા છે. લીલાછમ શાકભાજીના પાકથી સારી આવક મેળવવાનું ખેડૂતોનું સ્વપ્ન રોળાયું હોય તેમ લાગી રહ્યું છે.

નિરાશ થવાનો વારો આવ્યો

વડોદરાના એપીએમસીમાં આજકાલ લીલાશાકભાજીના પોટલાને પોટલાઓ ઉતરી રહ્યા છે. સારા ભાવની આશાએ ખેડૂતો પોતાનો લીલોછમ શાકભાજીનો પાક લઇને એપીએમસી માર્કેટ સુધી પહોંચી રહ્યા છે. પરંતુ આ પાકથી તેમની ઇચ્છા પ્રમાણે રૂપિયા મળી રહ્યા નથી. જેથી તેમણે નિરાશ થવાનો વારો આવ્યો છે.

આવનાર સમયમાં સારો ભાવ મળશે તેવી આશા

પોતાના પાકને સારામાં સારી રીતે ઉગાડવા માટે ખેડૂતો દિવસ-રાત, ઠંડી, ગરમી, તથા વરસાદ જોતા નથી. પરંતુ જ્યારે તેમને ઇચ્છીત ભાવ ના મળે ત્યારે નિરાશ થવું સ્વભાવીક છે. જો કે, હવે ખેડૂતો આવનાર સમયમાં સારો ભાવ મળશે તેવી આશા રાખી રહ્યા છે.

પ્રતિ 20 કિલો શાકભાજીના અંદાજીત માર્કેટ ભાવ

  1. બટાકા - રૂ. 300
  2. ડુંગળી - રૂ. 240
  3. રીંગણ - રૂ. 80
  4. કોબીજ - રૂ. 80
  5. ફ્લાવર - રૂ. 100
  6. દૂધી - રૂ. 160
  7. વાલોર - રૂ. 240
  8. કોળું - રૂ. 120
  9. ટામેટા - રૂ. 160
  10. મેથીની ભાજી - રૂ. 160
  11. પાલકની ભાજી - રૂ. 140
  12. સુવાની ભાજી - રૂ. 260
  13. લીલા ધાણા - રૂ. 200
  14. તાંદલજાની ભાજી - રૂ. 240
  15. લીલી ડુંગળી - રૂ. 240

આ પણ વાંચો --- Surat: ‘વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો’ ના નારાનો ફિયાસ્કો! રાતોરાત 20 જેટલા તોતિંગ અને ઘટાદાર વૃક્ષોનું નિકંદન

Tags :
cheapconcernfarmergreenGujarat FirstGujarat NewsGujarati NewsleafyratessellingVadodaraVegetables
Next Article