ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : વધુ એક ટ્રેડીશનલ વેરના મોટા શો-રૂમમાં GST નો સર્વે

VADODARA : ગતરોજ શહેરના સુલતાનપુરા, ઘડિયાળી પોળ તથા રાવપુરામાં આવેલા ત્રણ શોરૂમ પર જીએસટી વિભાગની ટીમોએ દરોડા પાડ્યા હતા.
06:58 PM Dec 12, 2024 IST | PARTH PANDYA
VADODARA : ગતરોજ શહેરના સુલતાનપુરા, ઘડિયાળી પોળ તથા રાવપુરામાં આવેલા ત્રણ શોરૂમ પર જીએસટી વિભાગની ટીમોએ દરોડા પાડ્યા હતા.

VADODARA : વડોદરા (VADODARA) માં લગ્નસરા ટાણે જીએસટી વિભાગ દ્વારા ટ્રેડીશનલ વેર તથા જ્વેલરીના શોરૂમ પર સર્વે (GST SURVEY - VADODARA) હાથ ધરવામાં આવ્યો છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, અનેક શહેરોમાં ટ્રેડીશનલ વેરના શોરૂમ ધરાવતી ફ્રેન્ચાઇઝી પર પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આવનાર સમયમાં તપાસનો રેલો અન્ય શહેરો સુધી લંબાય તો નવાઇ નહીં. વિતેલા ત્રણ દિવસથી જીએસટી વિભાગની અલગ અલગ જગ્યાએ ચાલતી કાર્યવાહીના અંતે મોટી કરચોરી પકડાય તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે.

વેપારીઓમાં ફફડાટ પેંસી જવા પામ્યો

વડોદરામાં વિતેલા બે દિવસથી જીએસટી વિભાગ દ્વારા ટ્રેડીશનલ વેરના શોરૂમ તથા જ્વેલરી સ્ટોર પર સર્વેની કામગીરી કરવામાંં આવી રહી છે. હાલ લગ્નસરાની મોસમ ખીલી રહી છે. પ્રસંગોને લઇને કપડાં, જ્વેલરી તથા એસેસરીઝની ખરીદી માટે માર્કેટ ગ્રાહકોથી ઉભરાઇ રહ્યું છે, ત્યારે જીએસટી વિભાગ દ્વારા ગતરોજ શહેરના સુલતાનપુરા, ઘડિયાળી પોળ તથા રાવપુરામાં આવેલા ત્રણ શોરૂમ પર જીએસટી વિભાગની ટીમોએ દરોડા પાડ્યા હતા. અને સરવેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેને પગલે વેપારીઓમાં ફફડાટ પેંસી જવા પામ્યો હતો. અને ગ્રાહકોને છોડીને સર્વેની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું હતું.

સર્વેની તપાસનો રેલો અન્ય શહેરો સુધી પણ જઇ શકે છે

ત્યાર બાદ આજે વડોદરાના અકોટા-બીપીસી રોડ પર આવેલા ટ્રેડીશનલ વેરના શોરૂમમાં જીએસટી વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી છે. આ એક ફ્રેન્ચાઇઝ શો રૂમ છે. રાજ્યના અનેક શહેરોમાં કંપની પોતાના શોરૂમ ધરાવે છે. જેથી આગામી સમયમાં આ જીએસટી વિભાગને સર્વેની તપાસનો રેલો અન્ય શહેરો સુધી પણ જઇ શકે છે. એક પછી એક મોટા વેપારીઓને ત્યાં જીએસટી વિભાગના સર્વેના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં આવે તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે. હવે આ કામગીરી ક્યાં સુધી ચાલે છે, અને કાર્યવાહીના અંતે શું પકડાય છે, તેના પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો -- VADODARA : લગ્નસરા ટાણે ત્રણ સ્થળોએ GST વિભાગનો સર્વે

Tags :
CitiesGSTmanyoverpresenceroomSHOWsurveyTraditionalVadodaraWear
Next Article