VADODARA : રિફાઇનરીમાં ભીષણ આગ મામલે FSLએ ટેંકમાંથી નમુના મેળવ્યા
VADODARA : વડોદરા (VADODARA) પાસે કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ (VADODARA IOCL FIRE CASE) લગાવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ વિવિધ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં એફએસએલ (FSL) ની ટીમ દ્વારા બેન્ઝીન ટેંકના નમુના લઇને વધુ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. નમુના પર પરીક્ષણ બાદ તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવનાર છે. આ રીપોર્ટને સિલબંધ કવરમાં પોલીસ વિભાગનો સોંપવામાં આવશે.
કારણોની તપાસ કરવા માટે વિવિધ એજન્સીઓએ કંપની પ્લાન્ટમાં ધામા નાંખ્યા
વડોદરા પાસે આવેલા કોયલીમાં ગુજરાત રિફાઇનરી આવેલી છે. આ રિફાઇનરીના બેન્ઝીન સ્ટોરેજ ટેંકમાં તાજેતરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બપોરે ત્રણ વાગ્યે ફાટી નીકળેલી આગ પર રાત્રે ત્રણ વાગ્યાના આસરામાં કાબુ મેળવી શકાયો હતો. મોટી આગની ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ તેના કારણોની તપાસ કરવા માટે વિવિધ એજન્સીઓએ કંપની પ્લાન્ટમાં ધામા નાંખ્યા હતા. ઘટના બાદ કંપનીના 5 હજાર ચો.મી. વિસ્તારનો ક્લોઝર નોટીસ પણ પાઠવવામાં આવી છે.
રિપોર્ટ બંધ કવરમાં પોલીસ વિભાગને સોંપવામાં આવશે
ત્યારે આ વચ્ચે સુત્રોના જણાવ્યા અનુસાર, એફએસએલની ટીમ દ્વારા ટેંકમાંથી નમુના મેળવવામાં આવ્યા છે. બ્લાસ્ટ થયેલી બંને ટેન્કમાંથી એફએસએલ દ્વારા પાંચ પાંચ નમુના મેળવવામાં આવ્યા છે. અને તેને વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેની ચકાસણી બાદ આગનું કારણ સામે આવી શકે છે. લેબોરેટરીની ચકાસણી બાદ તેનો રિપોર્ટ બંધ કવરમાં પોલીસ વિભાગને સોંપવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ સાથે જ એફએસએલની ટીમ દ્વારા આગ લાગેલી ટેંક અને તેની પાસે રાખવામાં આવેલા ટેંકના કેમિકલની વિગતો પણ એકત્ર કરી છે.
આ પણ વાંચો -- VADODARA : વૃદ્ધના અર્ધબળેલી હાલતમાં મળેલા મૃતદેહ અંગે પોલીસની બે થિયરી