VADODARA : સિક્લીગર ગેંગની બિનહિસાબી મિલકતો પર તવાઇના એંધાણ
VADODARA : ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, લૂંટ, ખૂન, રાટોયીંજ જેવા 263 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી સિક્લીગર ગેંગના 17 સભ્યો સામે બાપોદ પોલીસ મથકમાં ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. (GUJCTOC CASE - VADODARA) જે બાદ આ ટોળકીની આર્થિક કમર તોડી નાંખવા માટે તેમણે બિનહિસાબી નાણાંમાંથી વિકસાવેલી ગેરકાયદેસર મિલકતોને શોધી કાઢીને ટાંચમાં લેવાની કાર્યવાહી (POLICE ACTION ON ILLEGAL PROPERTY OF SIKLIGAR GANG - VADODARA) કરવામાં આવનાર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. (SIKLIGAR GANG BOOKED IN GUJCTOC SENT TO POLICE REMAND - VADODARA)
ચોરી, લૂંટ, ખુન જેવા 263 જેટલા ગંભીર ગુનાઓ આચર્યા
વડોદરાના આજવા રોડ પર આવેલા એકતા નગરમાં રહેતો જોગીંદરસિંગ ઉર્ફે કબીરસિંગ સિક્લીગર આ ગેંગનો મુખ્યસુત્રધાર છે. તેને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી દબોચી લીધો છે. સિક્લીકર ગેંગ દ્વારા સંગઠિત ગુના આચરવા માટે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ટિકેટ બનાવી હતી. આ ગેંગના સભ્યોએ વિતેલા 10 વર્ષમાં વડોદરા, તથા રાજ્યભરના અનેક જિલ્લાઓમાં ચોરી, લૂંટ, ખુન જેવા 263 જેટલા ગંભીર ગુનાઓ આચર્યા હતા. ડિસેમ્બર - 2019 બાદથી આ ગેંગ દ્વારા એકલા હાથે અથવા તો મળીને સતત ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી.
ગેરકાયદેસર નાણાંનો ઉપયોગ ક્યાં કર્યો છે ?
આ મામલે પોલીસે પોલીસે 10 આરોપીઓને અદાલત સમક્ષ હાજર કરીને 30 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસ રિમાન્ડના મુદ્દાઓ પૈકી એક આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ થકી મેળવેલા ગેરકાયદેસર નાણાંનો ઉપયોગ ક્યાં કર્યો છે, તેની તપાસ સાથે જ મિલકતે મળી આવે તો તેને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવા માટે આરોપીઓની હાજરી જરૂરિયાત છે. આ મામલે સ્પેશિયલ સરકારી વકીલ આર. એન. પંડ્યાની રજુઆતોને ધ્યાને લઇને પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે. એલ. ઓડેદરાએ આરોપીઓના 18, તારીખ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
આરોપીઓ અન્ય જિલ્લામાં ચોરીનો મુદ્દામાલ વેચતા
સિક્લીગર ગેંગના સભ્યો દ્વારા આ વર્ષે બે મહિનામાં જ ગોરવા, અકોટા તથા વારસિયા પોલીસ મથક વિસ્તારમાં ચોરી કરવામાં આવી હતી. તે પૈકીનો કેટલોક કિંમતી સામાન છોટાઉદેપુર ખાતેની ઓરસંગ નદીના બ્રિજ પાસે અવાવરૂ જગ્યાએ સંતાડી રાખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુના આચરવા માટે તેઓ હથિયારો ગોધરાથી શહેરા તરફ જવાના રસ્તા પરની એક દુકાનમાંથી લાવતા હતા. સાથે જ જાણવા મળ્યું કે, ચોરી અને લૂંટના દાગીના છોટાઉદેપુર, દાહોદ, સુરત અને આણંદ ખાતે વેચવામાં આવ્યાની આશંકા છે. જેના આધારે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : પ્રબોધસ્વામી જૂથે પિટિશન પરત ખેંચતા રૂ. 50 હજારનો દંડ