VADODARA : 'ન્યાય'ની માંગ સાથે સોખડાના હરિપ્રબોધમ જૂથની મૌન રેલી
VADODARA : વડોદરા પાસે આવેલા સોખડા હરિધામના સ્વામી હરીપ્રસાદ સ્વામીના દેહાંત બાદ પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જુથ વચ્ચે વિવાદ સામે આવ્યો છે. હાલ આ મામલે કોર્ટ કાર્યવાહી ચાલી રહી હોવાની પ્રાથમિક માહિતી છે. આ વચ્ચે આજે હરિ પ્રબોધમ જૂથ દ્વારા ન્યાય માટે વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નવલખી મેદાન ખાતેથી આ રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં હરિ પ્રબોધમ જૂથના સમર્થકો જોડાયા હતા. આ તકે પ્રેસ વાર્તામાં હરિ પ્રબોધમ જૂથના વકીલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વિતેલા ત્રણ વર્ષમાં કાયદાકીય લડતમાં એવી ઘણી ઘટનાઓ ઘટી, સરકારના કોઇ પણ તંત્ર પાસે અમે ફરિયાદ લઇને ગયા હોય તો અમને ન્યાય મળતો નથી. અમને ફરિયાદ નોંધાવવા માટે પણ સખત સંઘર્ષ કરવો પડે છે. સામેવાળા લોકો જુદા પ્રકારના હેતુથી લોકોને ગેરમાર્ગે દોરવા માટે કાયદાકી લડત લડી રહ્યા છે. (HARIPRABODHAM GROUP OF SOKHDA HARIDHAM ORGANISE SILENT RALLY ASK FOR JUSTICE - VADODARA)
અમારી ફરિયાદને સંવેદનશીલતાથી ધ્યાનમાં લે
હરિ પ્રબોધમ જુથના વકીલે મીડિયાને જણાવ્યું કે, આપણે ત્યાં કોઇ પણ વ્યકિતને તકલીફ-નુકશાન થાય છે, તો આપણે દોડીને ન્યાય પાલિકમાં જઇએ છીએ. અને સરકારી તંત્રનો દરવાજો ખટખટાવીએ છીએ. ન્યાયની માંગ આ રેલી દ્વારા કરવામાં આવી છે. અમારે બે હાથ જોડીને વિનંતી છે, અમને લોકશાહીમાં ન્યાય આપે. સરકારની જેટલી એજન્સીઓ છે, તે અમને સમાન ન્યાય આપે, સમાન જગ્યા આપે, અમારી ફરિયાદને સંવેદનશીલતાથી ધ્યાનમાં લે, અને તેના અનુસંધાને પગલાં લે.
Vadodara ના સોખડા હરિધામનો વિવાદ વધુ વકર્યો | Gujarat First
પ્રબોધ સ્વામી જૂથે ન્યાય માટે યોજી મૌન રેલી
પ્રમોદ સ્વામી જૂથના મુખ્ય અગ્રણી ઉમેેશ યાજ્ઞિકનો આરોપ
હરિધામ સોખડા મંદિરમાં ગેટ પર બાઉન્સર મૂકી દેવાયા: ઉમેેશ યાજ્ઞિક
મંદિરમાં આવતા ભક્તો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું: ઉમેેશ… pic.twitter.com/OEAvSmiX8Y— Gujarat First (@GujaratFirst) March 23, 2025
સરકાર દરેક નાગરિકોનો રખેવાડ છે
વધુમાં જણાવ્યું કે, વિતેલા ત્રણ વર્ષમાં કાયદાકીય લડતમાં એવી ઘણી ઘટનાઓ ઘટી, સરકારના કોઇ પણ તંત્ર પાસે અમે ફરિયાદ લઇને ગયા હોય તો અમને ન્યાય મળતો નથી. અમને ફરિયાદ નોંધાવવા માટે પણ સખત સંઘર્ષ કરવો પડે છે. સામેવાળા લોકો જુદા પ્રકારના હેતુથી લોકોને ગેરમાર્ગે દોરવા માટે કાયદાકી લડત લડી રહ્યા છે. સરકાર દરેક નાગરિકોનો રખેવાડ છે, તેમણે તેમને જોવા જોઇએ અને અમને ન્યાય મળવો જોઇએ. અમને સમાન રીતે સમજવમાં આવે.
આ પણ વાંચો --- VADODARA : રેશનીંગની ત્રણ દુકાનોમાં ધાંધલીનો મામલો લોકાયુક્તમાં પહોંચ્યો