VADODARA : હરણી બોટકાંડમાં મૃતકના સ્વજનો ભાજપના કોર્પોરેટરના સમર્થનમાં આવ્યા
VADODARA : વડોદરમાં સર્જાયેલા હરણી બોટકાંડમાં મૃતકોના સ્વજનો વોર્ડ નં - 15 ના ભાજપના કોર્પોરેટર આશિષ જોષીના સમર્થનમાં પાર્ટી કાર્યાલય પહોંચ્યા છે. અને તેમના સમર્થનમાં સૂર પરોવ્યા છે. તાજેતરમાં પાલિકાની સભામાં કોંગ્રેસ દ્વારા બોટકાંડમાં મૃતકોનો રૂ. 25 લાખનું વળતર મળે તે માટેની દરખાસ્ત મુકી હતી. જેમાં ભાજપમાંથી એક માત્ર આશિષ જોષી દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ થોડાક દિવસો પહેલા તેમને આ મામલે પાર્ટી તરફથી નોટીસ ફટકારવામાં આવી છે. (HARNI BOAT ACCIDENT AFFECTED FAMILY COME FORWARD IN SUPPORT OF BJP CORPORATOR ASHISH JOSHI - VADODARA)
તે પાર્ટીમાં અનેક લોકોને ખૂંચતા હતા
વડોદરાના હરણી બોટકાંટમાં મૃતકોને ન્યાય અપાવવા માટે વોર્ડ નં - 15 ના ભાજપના કોર્પોરેટર આશિષ જોષી પહેલેથી જ સક્રિય રહ્યા છે. તેઓએ શરૂઆતથી લઇને આજદિન સુધી તેમને સાથ છોડ્યો નથી. એટલું જ નહીં હરણી બોટકાંડમાં મૃતકોને રૂ. 25 લાખનું વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા રજુ કરવામાં આવેલી દરખાસ્તમાં તેમણે સમર્થન આપ્યું હતું. જે બાદ તે પાર્ટીમાં અનેક લોકોને ખૂંચતા હતા. તે બાદ પાર્ટી તરફથી આશિષ જોષીને નોટીસ ફટકારવામાં આવી હતી. અને નિયત સમયમાં ખુલાસો કરવા માટે જણાવ્યું હતું.
અમારા સમર્થનમાં તેમણે કોંગ્રેસની દરખાસ્તને સમર્થન આપ્યું
આ ઘટના બાદ હરણી બોટકાંડમાં મૃતકના પરિજનો શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અને શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીને મળ્યા હતા. સર્વેએ રજુઆત કરતા જણાવ્યું કે, વિતેલા એક વર્ષથી આશિષ જોષી તેમની સાથે છે. અને શરૂઆતથી જ વળતર માંગી રહ્યા છે. અમારા સમર્થનમાં તેમણે કોંગ્રેસની દરખાસ્તને સમર્થન આપ્યું હતું. તેમના કાર્યોને લઇને તેમને પ્રમોશન મળવું જોઇએ.
આ પણ વાંચો --- VADODARA : 'વડોદરામાં અધિકારીઓ આવતા ગભરાય છે', સિનિયર ધારાસભ્યનો કટાક્ષ