Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હરણી બોટકાંડમાં વળતર ચૂકવણી અંગે કોર્ટનો મોટો આદેશ

VADODARA : કોર્ટના અવલોકન અનુસાર, ભાગીદારોની આંતરિક તરકાર કોર્ટનો વિષય નથી, નક્કી કરવામાં આવેલું વળતર પ્રાથમીક રીતે વ્યાજબી
vadodara   હરણી બોટકાંડમાં વળતર ચૂકવણી અંગે કોર્ટનો મોટો આદેશ
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરાના સક્ષમ અધિકારી દ્વારા હરણી બોટકાંડમાં મૃતકોના પરિવાર માટે વળતરની સહાયરાશીની જાહેરાત કરી હતી. જે બાદ આજે કોર્ટમાં આ મામલે સુનવણી હાથ ધરવામાં આવી છે (HARNI BOAT ACCIDENT VICTIM COMPENSATION CASE). જેમાં કોર્ટે કોટીયા પ્રોજેક્ટને 4 હપ્તામાં મૃતકો અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવા જણાવ્યું છે. આ સાથે 25 ટકાનો પહેલો હપ્તો પ31 માર્ચ સુધીમાં જિલ્લા કલેક્ટર સમક્ષ જમા કરાવવાનો આદેશ કર્યો છે. ત્યાર બાદ એક એક મહિનાના આંતરે ત્રણ હપ્તા જમા કરાવવાના રહેશે.

એક હપ્તાની રકમ અંદાજે રૂ. 1 કરોડ જેટલી થવા પામે છે

વડોદરાના નાયબ કલેક્ટર દ્વારા સુનવણી કરીને હરણી બોટકાંડમાં મૃતકો અને ઇજાગ્રસ્તો માટે વળતરની જાહેરાત કરી હતી. જેમાં મૃતક 12 બાળકોને રૂ. 31,75,700 (પ્રતિબાળક) આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે મૃતક શિક્ષિકા પૈકી છાયા બેનને રૂ. 11,21,900 અને ફાલ્ગુની બેનને રૂ. 16,68,029 ચૂકવવાનો આદેશ કર્યો છે. આ સાથે બે ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારનું વળતર આપવા જણાવાયું હતું. જે મામલે આજે કોર્ટમાં સુનવણી દરમિયાન મહત્વનો આદેશ આપ્યો છે. જે અનુસાર, કોટીયા પ્રોજેક્ટને 4 હપ્તામાં મૃતકો અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાનું રહેશે. જેમાં 25 ટકાનો પહેલો હપ્તો 31 માર્ચ સુધીમાં જિલ્લા કલેક્ટર સમક્ષ જમા કરાવવાનો રહેશે. એક હપ્તાની રકમ અંદાજે રૂ. 1 કરોડ જેટલી થવા પામે છે.

Advertisement

નક્કી કરવામાં આવેલું વળતર પ્રાથમિક રીકે સંપૂર્ણ વ્યાજબી

કોર્ટે વધુમાં આદેશ કર્યો છે કે, પહેલા હપ્તા બાદના ત્રણ હપ્તા એક-એક મહિનાના આંતરે જમા કરાવવાના રહેશે. પૂરી રકમ જમા થયા બાદ જિલ્લા કલેક્ટર મૃતકો અને ઇજાગ્રસ્તોને રકમ ચૂકવશે. દરમિયાન કોર્ટના અવલોકન અનુસાર, ભાગીદારોની આંતરિક તરકાર કોર્ટનો વિષય નથી. મોટર વ્હીકલ એક્ટની જોગવાઇ પ્રમાણે નક્કી કરવામાં આવેલું વળતર પ્રાથમિક રીકે સંપૂર્ણ વ્યાજબી હોવાનું જણાવ્યું છે.

Advertisement

બાળકની ક્ષમતા નાણાંકીય રકમથી નક્કી થઇ શકે નહીં

કોર્ટે અવલોકનમાં વધુમાં જણાવ્યું કે, જીવ ગુમાવનાર દરેક બાળકની ક્ષમતા નાણાંકીય રકમથી નક્કી થઇ શકે નહીં. મૃતક શિક્ષક ના પરિવારજનો અને બાળકોને ધ્યાને લેતા તેમના પૂરતું વળતર પણ વ્યાજબી હોવાનું તારણ અવલોકનમાં જાણવા મળ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : MSU ના પૂર્વ VC હજી પણ યુનિ.ના બંગલે ચીટકી રહ્યા

Tags :
Advertisement

.

×