VADODARA : હરણી બોટકાંડમાં પીડિત પરિવારોને મામલતદારનું તેડું, વળતર અંગે ચર્ચા
VADODARA : જાન્યુઆરી - 24 માં વડોદરા (VADODARA) માં હરણી બોટકાંડ (HARNI BOAT ACCIDENT - VADODARA) સર્જાયો હતો. જેમાં શાળાના 12 વિદ્યાર્થીઓ સહિત 14 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં ગુજરાત હાઇકોર્ટ (GUJARAT HIGH COURT) દ્વારા પીડિત પરિવારોની સ્થિતી જાણીને તેમનું વળતર નક્કી કરવાનો આદેશ કર્યો હતો. જે બાદ વડોદરાના કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને આ મામલે જવાબદારી સોંપવામાં આવી હતી. આ મામલે પ્રાંત અધિકારીનું તેડું આવતા પીડિત પરિવારો જુની કલેક્ટર કચેરીમાં બેસતા પ્રાંત અધિકારીની મુલાકાતે ગયા હતા. પ્રાંત અધિકારી દ્વારા પીડિત પરિવારોની વેદના સાંભળવાની સાથે કાર્યવાહી આગળ ધપાવી હતી. આ ટાણે કોટિયા પ્રોજેક્ટના વકીલ પણ હાજર રહ્યા હતા. અને તેમણે ચાર લોકો-સંસ્થાઓને પક્ષકાર બનાવવા માટે અરજી દાખલ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાજપના કોર્પોરેટર પીડિત પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા
હરણી બોટકાંડમાં પીડિત પરિવારો ન્યાયની માંગણી કરી રહ્યા છે. દરમિયાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા પીડિત પરિવારો માટે યોગ્ય વળતર નક્કી કરવા માટે આદેશ કર્યો હતો. જે બાદ કલેક્ટરાલયથી તેની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામાલાની પ્રાંત અધિકારી સમક્ષ સુનવણી દરમિયાન વડોદરા ભાજપના કોર્પોરેટર આશિષ જોષી (BJP CORPORATOR ASHISH JOSHI) પીડિત પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ચાર લોકોને પક્ષકાર બનાવવા માટેની અરજી દાખલ
સમગ્ર કામગીરીને લઇને ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ મીડિયાને જણાવ્યું કે, 11 મહિના પહેલા વડોદરામાં હરણી બોટકાંડની ગોઝારી ઘટના ઘટી હતી. આ ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તેમાં કોર્ટના આદેશથી માનનીય કલેક્ટર દ્વારા પ્રાંતઅધિકારીને વળતર ચૂકવણી અંગે સુનવણી કરવાામાં આવી હતી. જેમાં પીડિત પરિવારો ઉપસ્થિત રહ્યા છે. સાથે જ કોટિયા બંધુઓ તરફથી વકીલ ઉપસ્થિત રહ્યા છે. તેઓએ બીજા ચાર લોકોને આમાં પક્ષકાર બનાવવા માટેની અરજી દાખલ કરી છે.
વહેલામાં વહેલી તકે પીડિત પરિવારો માટે વળતરની રકમ નક્કી કરાશે
વધુમાં જણાવ્યું કે, પીડિત પરિવારોને વધુમાં વધુ વળતર મળી શકે તેવો પ્રયાસ છે. વળતર કેટલું હોવું જોઇએ, શું હોવું જોઇએ તે આગામી સમયમાં પ્રાંત અધિકારી નક્કી કરશે. આજે વડોદરા પાલિકા, ડોલ્ફિન એન્ટરપ્રાઇઝ, ન્યુ સનરાઇઝ સ્કુલ અને ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીને પક્ષકાર બનાવવાની અરજી આપી છે. જે અંગે આગામી 20, તારીખે પ્રાંત અધિકારી વધુ સુનવણી હાથ ધરશે. અને વહેલામાં વહેલી તકે પીડિત પરિવારો માટે વળતરની રકમ નક્કી કરાશે, તેમ જાણવા મળ્યું છે.
પ્રાંત અધિકારીનું પણ કહેવું છે કે, આની કોઇ રકમ ના હોઇ શકે
વધુમાં ઉમેર્યું કે, આગામી 20, ડિસે. ની તારીખ આ મામલે આપવામાં આવી છે. જાન્યુઆરી - 25 ના અંત સુધીમાં વળતર અંગેનો ચુકાદો આપી દેવાનો છે. તે પ્રમાણે કડકભાષામાં મામલદરાતે કોટિયા બંધુને સુચના આપી છે. વળતર ઘણા માતાપિતાએ કહ્યું કે, આનું કોઇ વળતર હોઇ ના શકે. પ્રાંત અધિકારીનું પણ કહેવું છે કે, આની કોઇ રકમ ના હોઇ શકે. રકમ કોઇ નક્કી નથી થઇ. પીડિતોમાં આજે પણ આક્રોશ છે. તેઓ ન્યાય માંગી રહ્યા છે. આ સુનવણી માત્ર વળતર અંગેની છે. પ્રાંત અધિકારીની એક મર્યાદા છે.
પીડિત પરિવારોને ન્યાય મળે, વળતરની સારી રકમ મળે
આખરમાં જણાવ્યું કે, આજે પણ પીડિત પરિવારે તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જે સ્પષ્ટ દેખાઇ આવતો હતો. અમારા બાળકો આજે પણ તેમના ભાઇ-બહેનની રાહ જોતા હોય છે. આજે આ ઘટનાને 11 મહિના વિતી ગયા છે. ત્યારે મારે કહેવું છે કે, પીડિત પરિવારોને ન્યાય મળે. અને વળતર પણ મળે. તથા વળતરની સારી રકમ મળે, જેથી તેમના બાળકો અને પરિવાર જે સ્વપ્ન પોતાના ગુમાવેલા બાળક માટે જોયું હતું તે બાકીના બાળકો માટે પૂર્ણ કરી શકે.
આ પણ વાંચો -- Morbi : ટંકારામાં તોડબાજ PI અને હેડ કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી, જાણો સમગ્ર મામલો