Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટુ વ્હીલર પર રસ્તો ક્રોસ કરતા વૃદ્ધનું કારની અડફેટે મોત

VADODARA : મૃતક મુંજમહુડાની રાજારામ સોસાયટીમાં રહેતા ઉમેશભાઇ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ અંગત કામ અર્થે ઘર બહાર નીકળ્યા હતા
vadodara   ટુ વ્હીલર પર રસ્તો ક્રોસ કરતા વૃદ્ધનું કારની અડફેટે મોત
Advertisement

VADODARA : વડોદરામાં હિટ એન્ડ રન કેસની ઘટના હજી શાંત નથી થઇ ત્યાં તો કાર ચાલકે ટુ વ્હીલર પર જતા વૃદ્ધને ઉલાળ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટક્કર એટલી જોરદાર હતી કે, વૃદ્ધને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું છે. વડોદરામાં એક પછી એક રોડ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અને હિટ એન્ડ રનની ઘટનાઓ રોકવા માટે તંત્ર નિષ્ફળ રહ્યું હોવાની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ઘટનામાં અકસ્માત સર્જનાર કાર ચાલકની ઘરપકડ કરી લેવામાં આવી છે. (ANOTHER HIT AND RUN ACCIDENT OLD AGE MAN LOST LIFE - VADODARA)

વૃદ્ધને સારવાર મળે તે પહેલાં જ મૃત્યું નીપજ્યું

ગતમોડી રાત્રે વડોદરાના ઓ.પી રોડ પર આવેલા બેન્કર્સ હોસ્પિટલ પાસે ટેક્સી પાર્સીંગની કારે 70 વર્ષિય વૃદ્ધને અડફેટે લેતા તેમનું માથું ફૂટ્યું હતું. ઘટનામાં વૃદ્ધને સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યું નીપજ્યું હતું. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષની લાગણી વ્પાયી જવા પામી હતી. મૃતક મુંજમહુડા વિસ્તારમાં આવેલી રાજારામ સોસાયટીમાં રહેતા ઉમેશભાઇ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ અંગત કામ અર્થે ઘર બહાર નીકળ્યા હતા, દરમિયાન રોડ ક્રોસ કરતી વેળાએ કારની ટક્કરે આવ્યા હતા. જેમાં સારવાર મળે તે પહેલા જ તેમણે દમ તોડ્યો હતો.

Advertisement

ચાલક સાહિલ પટેલ મુળ અરવલ્લીનો રહેવાસી છે

સુત્રોના જણાવ્યા અનુસાર, કાર ટેક્સી પાર્સીંગની હતી. તેનો ચાલક સાહિલ પટેલ મુળ અરવલ્લીનો રહેવાસી છે, અને ડ્રાઇવીંગ કરે છે. ઘટના બાદ લોકોએ સાહિલની અટકાયત કરીને તેને પોલીસને સોંપ્યો હતો. ઘટનાને પગલે શહેરમાં હજી પણ ઝડપખોરોને નાથવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો --- Palitana : મને સમાજમાં કેમ વગોવે છે જેવી બાબતે સગા ભાઈએ નાના ભાઈની હત્યા કરી

Tags :
Advertisement

.

×