ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : હિટ એન્ડ રન કેસના આરોપી સામે માનવવધનો ગુનો દાખલ

VADODARA : બંનેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. એફએસએલ દ્વારા સ્થળ વિઝીટ કરીને પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે - પન્ના મોમાયા, ડીસીપી
09:36 AM Mar 15, 2025 IST | PARTH PANDYA
VADODARA : બંનેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. એફએસએલ દ્વારા સ્થળ વિઝીટ કરીને પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે - પન્ના મોમાયા, ડીસીપી

VADODARA : હોલીકા દહનની રાત્રે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે એક કારે ત્રણ ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે 6 જેટલા અન્ય ઘાયલ થયા હતા. આ ઘટનામાં પોલીસે કાર ચાલક આરોપી રક્ષિત ચોરસિયા અને તેના મિત્ર પ્રાંશુ ચૌહાણની અટકાયત કરી લીધી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપી સામે સાપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું ડીસીપી પન્ના મોમાયાએ મીડિયાને જણાવ્યું હતું. (VADODARA HIT AND RUN CASE ACCUSED BOOKED UNDER CULPABLE HOMICIDE)

પોલીસ ઝડપથી તપાસ આગળ ધપાવી રહી છે

વડોદરામાં હોલીકા દહનની રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નબીરા કાર ચાલકે એક પછી એક ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મૃત્યું થયું હતું. ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા. અને નબીરાને મેથીપાક ચખાડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. જો કે, આ ઘટના સમયે તેને મિત્ર ત્યાંથી નાસી છુટ્યો હતો. જેને બાદમાં પોલીસે દબોચી લીધો હતો. આ કેસમાં પોલીસ ઝડપથી તપાસ આગળ ધપાવી રહી છે.

બીએનએસ કલમ 105 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો

ડીસીપી પન્ના મોમાયાએ મીડિયાને જણાવ્યું કે, ઘટના બાદ બંને આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે. બંનેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. એફએસએલ દ્વારા સ્થળ વિઝીટ કરીને પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. ટાયરમાર્કસ પણ લેવામાં આવ્યા છે. બનાવ સ્થળનું પંચમાનું કરવામાં આવ્યું છે. આરોપીઓ આખો દિવસ ક્યાં રહ્યા હતા, અને શું પ્રવૃત્તિ કરી હતી તેની તપાસ હાથ ધરવામાં આવી છે. મેળવેલા પુરાવાઓના કારણે સખત કાર્યવાહી કરવામાં આવનાર છે. સેમ્પલનું પરિણામ પ્રાથમિકતા આપીને આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે. મૃકત મહિલાના પતિની હાલ ગંભીર છે, તે સારવાર હેઠળ છે. બીએનએસ કલમ 105 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે સાઅપરાધ મનુષ્યવધ કહી શકાય તે અંતર્ગતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્થળ પરથી વાહનો અને કાર જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી પ્રાંશુ ચૌહાણના પિતાની કંપનીના નામની કાર છે. તેમની કંપની પીવીસી પાઇપ્સ બનાવે છે.

આ પણ વાંચો --- Amreli Murder : લાઠીમાં પતિ રમ્યો લોહીની હોળી, ચારિત્ર પર શંકા રાખી પત્નીની કરી હત્યા

Tags :
accusedandbookedcaseculpablegujaratfirstnewsGujaratiNewsgujaratnewshithomiciderununderVadodara
Next Article