VADODARA : 'રક્ષિતકાંડ'માં આરોપીનું ડાઇવીંગ લાયસન્સ રદ થવાની તૈયારી
VADODARA : હોલીકા દહનની રાત્રે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આરોપી કાર ચાલક રક્ષિત ચૌરસિયા દ્વારા કારની અડફેટે ત્રણ વાહનોને લીધા હતા. જે પૈકી એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 7 ને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ ચકચારી ઘટનામાં આરોપી હાલ જેલ હવાલે છે. દરમિયાન પોલીસ દ્વારા તેનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, આરોપી રક્ષિત ચૌરસિયાનું લાયસન્સ ગમે ત્યારે રદ થઇ શકે છે. પોલીસ દ્વારા આ અંગેના તમામ જરૂરી દસ્તાવેજો આરટીઓમાં જમા કરાવી દીધા છે. (HIT AND RUN CASE ACCUSED RAKSHIT DRIVING LICENSE SOON TO CANCEL - VADODARA)
રક્ષિતને જેલમાં સેમી હાઇ સિક્યોરીટી બેરેકમાં રાખવામાં આવ્યો
કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટનાને પગલે દેશભરમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં આરોપી રક્ષિત ચૌરસિયાને લોકોએ સ્થળ પર જ દબોચી લીધો હતો. અને ત્યાર બાદ પોલીસને સોંપ્યો હતો. રક્ષિત ચૌરસિયાના પ્રથમ એક દિવસના અને ત્યાર બાદ બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. તે બાદ જેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. હાલ રક્ષિતને વડોદરાની સેન્ટ્રલ જેલમાં સેમી હાઇ સિક્યોરીટી બેરેકમાં રાખવામાં આવ્યો છે. તે 24 / 7 સીસીટીવી સર્વેલન્સ હેઠળ છે.
પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના પણ સેમ્પલ લીધા હતા
બીજી તરફ આરોપી રક્ષિત ચૌરસિયાનું લાયસન્સ રદ કરવા માટે વડોદરા પોલીસે આરટીઓમાં જાણ કરી હતી. અને તે સંબંધિત ડોક્યૂમેન્ટ્સ પૂરા પાડ્યા હતા. સુત્રોા જણાવ્યા અનુસાર, ગમે ત્યારે રક્ષિચ ચૌરસિયાનું ડ્રાઇવીંગ લાયસન્સ રદ થઇ શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે રક્ષિત ચૌરસિયાના મિત્ર પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના પણ સેમ્પલ લીધા હતા. જેના રીપોર્ટ ટુંક સમયમાં મળી જશે તેવો આશાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીએ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો --- VADODARA : સમૂહ લગ્નથી સમાજમાં સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઊભો થઈ રહ્યો છે: મુખ્યમંત્રી


