Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વાઘોડિયામાં હિટ એન્ડ રન, ડમ્પરની અડફેટે બાળકીનું મોત

VADODARA : હિટ એન્ડ રનની ઘટનામાં ડમ્પર ચાલક બિંદાસ્ત પણે જાણે કંઇ બન્યું નથી તેમ સ્થળ પરથી જતો રહ્યો હોવાનું CCTVમાં જોવા મળી રહ્યું છે
vadodara   વાઘોડિયામાં હિટ એન્ડ રન  ડમ્પરની અડફેટે બાળકીનું મોત
Advertisement

VADODARA : વડોદરા જિલ્લામાં બેફામ બનેલા ડમ્પર ચાલકે ટુ વ્હીલર પર જતા માતા-સંતાનને અડફેટે લીધા હતા. જેમાં એક દિકરી પર ડમ્પર ફરી વળતા તે ગંભીર ઇજાગ્રસ્ત થઇ હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં ડમ્પર ચાલક બિંદાસ્ત પણે જાણે કંઇ બન્યું જ નથી તેમ સ્થળ પરથી જતો રહ્યો હોવાનું સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે. ઘટનાને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. સાથે જ જિલ્લામાં યમરાજ બનીને ફરતા ડમ્પર ચાલકો સામે પોલીસની કાર્યવાહી ઢીલી પડી હોવાનો અંદાજો આ ઘટના પરથી લગાડવામાં આવી રહ્યો છે. આ ઘટના 27, માર્ચના રોજ બની છે, જેમાં ગતરોજ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. (HIT AND RUN, GIRL CHILD LOST LIFE AFTER ACCIDENT WITH DUMPER - WAGHODIA, VADODARA)

Advertisement

જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી

વડોદરા શહેર જિલ્લામાં કાળ બનીને ફરતા ડમ્પર ગમે ત્યારે ગમે તેને ભરખી જાય છે. અકસ્માતની ઘટનાઓ સામે આવ્યા બાદ પોલીસ તંત્ર ડમ્પર ચાલકો સામે કડકાઇ દાખવે છે. પરંતુ સમય જતા બધુ પાછુ જેમ હતું તેમ જ થઇ જાય છે. જેને પગલે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વાઘોડિયાના માડોઘર રોડ પર મહિલા તેના બે સંતાનોને લઇને ટુ વ્હીલર પર જતા હતા.

Advertisement

કાવ્યા પટેલનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું

તે દરમિયાન એક ડમ્પર ચાલકે ટુ વ્હીલરને અડફેટે લેતા તેઓ રોડ પર પટકાયા હતા. આ ઘટનામાં દિકરી કાવ્યા પટેલ (ઉં. 12) ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને સ્નેહાલીબેન પટેલ (ઉં. 32) તથા જીયાબેન પટેલ (ઉં. 10) ને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જે બાદ તમામને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં કાવ્યા પટેલનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. જેને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. કાવ્યા પટેલના પિતા વિદેશમાં હોવાથી તેમને ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે. આ ઘટનામાં બેદરકાર ડમ્પર ચાલક સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : શ્રી કુબેર ભંડારી મંદિરમાં વિવાદ વકર્યો, દાનપેટી હટાવાઇ

Tags :
Advertisement

.

×