ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : PMAYની વિજયમય યાત્રા, ગૃહિણીના સ્વપ્નનું ઘર હકીકત બન્યું

VADODARA : એક ખાનગી લેબમાં ટેકનિશિયન તરીકે કાર્યરત પતિ સાથે જીવન ચલાવતી પરમાર દંપતી માટે પોતાનું ઘર હજી સુધી એક અધૂરું સપનું હતું
01:47 PM Apr 07, 2025 IST | PARTH PANDYA
VADODARA : એક ખાનગી લેબમાં ટેકનિશિયન તરીકે કાર્યરત પતિ સાથે જીવન ચલાવતી પરમાર દંપતી માટે પોતાનું ઘર હજી સુધી એક અધૂરું સપનું હતું

VADODARA : વર્ષો સુધી ભાડાની ચિંતા સહન કર્યા બાદ, વડોદરાની એક સામાન્ય મધ્યમવર્ગીય મહિલાએ પોતાના સપનાનું ઘર પ્રાપ્ત કર્યું છે—અને તે પણ સરકારી સહાયથી. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત મળેલા આ આશ્રયથી જ્યોતિ ગુલાબસિંહ પરમારનું જીવન બદલાઈ ગયું છે. ભાડાના મકાનની ભીતર કટોકટીથી હવે પોતાના મકાનની શાંતિ અને ગૌરવ સુધીની તેમની સફર એ દ્રઢ ઇચ્છાશક્તિ અને સરકારી સહાયના સુંદર સમન્વયની સાક્ષી છે. (HOUSEWIFE GOT DREAM OF HOME COME TRUE - VADODARA)

ઘર હજી સુધી એક અધૂરું સપનું હતું

36 વર્ષીય જ્યોતિ પરમાર છેલ્લા આઠ વર્ષથી વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. એક ખાનગી લેબમાં ટેકનિશિયન તરીકે કાર્યરત પતિ સાથે જીવન ચલાવતી પરમાર દંપતી માટે પોતાનું ઘર હજી સુધી એક અધૂરું સપનું હતું. પરંતુ 2022માં, મિત્રમંડળના સંકેત બાદ જ્યોતિબહેને PMAY હેઠળ અરજી કરી અને દરેક તબક્કા પાર કરતાં 2025માં પોતાના નામે ઘર મેળવ્યું.

આજે હું ગર્વથી કહી શકું છું

"જ્યારે મારું નામ ડ્રોમાં આવ્યું, ત્યારે એ ક્ષણ અવિશ્વશનીય હતી. દુશ્મન સુખમાં ન રહે એવાં દિવસો હતા, જ્યારે દર મહિને ભાડું ભરવું પણ પડકાર સમાન લાગતું. આજે હું ગર્વથી કહી શકું છું કે મારે પોતાનું ઘર છે—મારું સ્વપ્ન પૂરું થયું છે,” તેમ જ્યોતિબહેને ઉમેર્યું.

દેશભરના લાખો પરિવારો માટે આશાની કિરણ

વધુમાં જણાવ્યુ હતું કે, ઘર મેળવવા માટે પોતાના દસ વર્ષના સંઘર્ષથી કમાવેલા પ્રોવિડન્ટ ફંડનો ઉપયોગ કર્યો હતો અને બેંક લોનની મદદ પણ લીધી. તેમનો આખો પરિવાર હવે નવા ઘરમાં વસવાટ કરીને એક નવી આશાની સાથે જીવન જીવતો થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના— ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી મહત્વકાંક્ષી યોજના—એ માત્ર લાભાર્થીઓને મુળભૂત સુવિધાઓ સાથે પાંખો આપવાનો પ્રયાસ કર્યો છે. PMAY–શહેરી અને ગ્રામીણ વિભાગોમાં વહેંચાયેલી આ યોજના આવાસ મુદ્દે દેશભરના લાખો પરિવારો માટે આશાની કિરણ બની છે. ખાસ કરીને મહિલાના નામે ઘર નોંધાવાનું જોર લિંગ સમાનતા અને નાણાકીય સશક્તિકરણ તરફ સરકારી ભેટ દર્શાવે છે.

સોસાયટીમાં જ વિશાળ મેદાન અને ગાર્ડન છે

જ્યોતિબહેને ઉમેર્યું કે, "અમે હવે ભાડાના મકાનમાંથી મુક્ત થઈ ગયા છીએ. બાળકો માટે યોગ્ય અભ્યાસનું વાતાવરણ છે, તેમને રમવા માટે ઓટલો કે રસ્તો શોધવો નથી પડતો—સોસાયટીમાં જ વિશાળ મેદાન અને ગાર્ડન છે. શાળા, હોસ્પિટલ જેવી સુવિધાઓ નજીકમાં છે. સૌથી મોટી ખુશી એ છે કે હવે ઘર મારું છે, મારી ઓળખ હવે વધુ મજબૂત છે."

સરકારનો આભાર

આ કેસ માત્ર એક પરિવારમાં પરિવર્તન લાવવાનું ઉદાહરણ નથી, પણ એ પુરાવો છે કે સરકારે યોગ્ય રીતે અમલમાં મૂકેલી યોજનાઓ સામાન્ય નાગરિકના જીવનમાં શું બદલાવ લાવી શકે છે. જ્યોતિબહેનના શબ્દોમાં કહેવું હોય તો: "સરકારનો આભાર કે આજે મારું એક ઓળખ ધરાવતું પોતાનું ઘર છે—અને એ માત્ર ઈંટ-સિમેન્ટ નહીં, પણ મારી જાતની જીત છે."

આ પણ વાંચો --- VADODARA : ઐતિહાસીક ધરોહરમાં ઉમેરાયું ડાયનેમીક ફસાડ લાઇટીંગનું આકર્ષણ

Tags :
comeDreamGOTGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshousehousewifePMAYSchemetrueVadodara
Next Article