VADODARA : પિયરથી પત્નીને પરત લેવા ગયેલા પતિનો જીવલેણ હુમલો, બે ના મોત
VADODARA : વડોદરા (VADODARA) પાસેના સરાર ગામે જમાઇને ખુની ખેલ ખેલ્યો છે. પતિની દારૂ પીવાની ટેવથી પરેશાન પત્ની પોતાના પિયર આવી ગઇ હતી. પત્નીને પરત લઇ જવા પતિ તેના સાસરે પહોંચ્યો હતો. અને ત્યાં બંને વચ્ચે માથાકુટ થઇ હતી. આખરે ઉશ્કેરાયેલા પતિએ પહેલા પત્ની પર હુમલો કરી દીધો હતો. દરમિયાન સાસુ વચ્ચે પડતા તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સાસુનું મોત નિપજ્યું હતું. બાદમાં તેણે જાતે પોતાના પેટમાં ચપ્પુ મારીનો મોત વ્હાલુ કર્યું હતું. સમગ્ર ઘટના અંગે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
દારૂ પીવાનું બંધ કર્યા બાદ જ હું ઘરે આવીશ
વડોદરાના વરણામા પોલીસ મથકમાં મનીષાબેન જીગ્નેશભાઇ પટેલ (રહે. જુના દીવા વશી ફળીયુ, અંકલેશ્વર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ જીગ્નેશ પટેલના પત્ની છે. બંને વચ્ચે અવાર નવાર નાની નાની બાબતે ઝઘડો થતો રહેતો હતો. જીગ્નેશને દારૂ પીવાની લત હોવાથી તે કંટાળીને પોતાના પિયત જતા રહ્યા હતા. દરમિયાન તાજેતરમાં તેમને પરત લેવા માટે જીગ્નેશ પટેલને તેમણે સ્પષ્ટ કહ્યું કે, દારૂ પીવાનું બંધ કર્યા બાદ જ હું ઘરે આવીશ. આ બાદ જીગ્નેશ પટેલ આક્રોષિત થઇ ગયો હતા.
આજે તને પુરી દરી દઉં
અને જીગ્નેશ પટેલે ગાળો બોલીને કહ્યું કે, તારા નખરા બહુ થઇ ગયા છે. આજે તને પુરી દરી દઉં. તેમ કહીને તેની પાસે રાખેલુ ચપ્પુ મનીષાબેનના પેટ અને હાથના ભાગે મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. દરમિયાન તેના સાસુ સુધાબેન સંજયભાઇ વસાવા વચ્ચે પડતા તેમને છાતી અને પેટના ભાગે ચપ્પુના ગંભીર ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાદમાં જીગ્નેશ પટેલે ઘરની બહાર નિકળીને પોતાના પેટમાં ચપ્પુ મારી દીધું હતું. જેમાં તેનું પણ મોત નિપજ્યું હતું.
મનીષાબેનની તબિયત નાજુક
આ ઘટનામાં વચ્ચે બચાવવા પડનાર સુધાબેન સંજયભાઇ વસાવા (રહે. સરાર) અને આરોપી જીગ્નેશભાઇ મહેશભાઇ પટેલ (રહે. જુના દીવા, વશી ફળીયુ, અંકલેશ્વર) નું મૃત્યુ થયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, હાલ મનીષાબેનની તબિયત નાજુક છે. આ મામલે વરણામાં પોલીસ મથકમાં જીગ્નેશ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -- VADODARA : સરકારી સહાય મળતા ડોક્ટર બનવાના સ્વપ્નએ ભરી ઉડાન