ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : શહેરના 7 મથકોમાં પકડાયેલા રૂ. 1.62 કરોડના દારૂનો નિકાલ

VADODARA : વડોદરા (VADODARA) શહેરના ઝોન - 1 માં આવતા 7 પોલીસ મથકોમાં પ્રોહીબીશનની વિવિધ કાર્યવાહી અંતર્ગત પકડવામાં આવેલા રૂ. 1.62 કરોડની કિંમતના દારૂનો નિકાલ કરવામાં આવ્યો છે. તમામ દારૂના ટીન-બોટલોનો સ્થળ પર બુલડોઝર ફેરવીને નિકાલ કરવામાં આવ્યો છે. કોર્ટની...
03:54 PM Aug 09, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) શહેરના ઝોન - 1 માં આવતા 7 પોલીસ મથકોમાં પ્રોહીબીશનની વિવિધ કાર્યવાહી અંતર્ગત પકડવામાં આવેલા રૂ. 1.62 કરોડની કિંમતના દારૂનો નિકાલ કરવામાં આવ્યો છે. તમામ દારૂના ટીન-બોટલોનો સ્થળ પર બુલડોઝર ફેરવીને નિકાલ કરવામાં આવ્યો છે. કોર્ટની...

VADODARA : વડોદરા (VADODARA) શહેરના ઝોન - 1 માં આવતા 7 પોલીસ મથકોમાં પ્રોહીબીશનની વિવિધ કાર્યવાહી અંતર્ગત પકડવામાં આવેલા રૂ. 1.62 કરોડની કિંમતના દારૂનો નિકાલ કરવામાં આવ્યો છે. તમામ દારૂના ટીન-બોટલોનો સ્થળ પર બુલડોઝર ફેરવીને નિકાલ કરવામાં આવ્યો છે. કોર્ટની જરૂરી મંજૂરી મેળવ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી સમયે સંબંધિત પોલીસ મથકના PI અને PSI તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

તમામ મુદ્દામાલનો નિકાલ

વડોદરામાં ઝોન - 1 માં 7 પોલીસ મથક આવે છે. તેમાં જવાહરનગર, લક્ષ્મીપુરા, સયાજીગંજ, નંદેસરી, ગોરવા, છાણી અને ફતેગંજ પોલીસ મથકનો સમાવેશ થાય છે. આ સમાવિષ્ટ પોલીસ મથક દ્વારા વિવિધ પ્રોહીબીશન સંબંધિત કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવેલા દારૂનો આંક 90,118 જેટલો થવા પામે છે. અને તેની કિંમત રૂ. 1.62 કરોડ આંકવામાં આવે છે. આજરોજ પોલીસ દ્વારા તમામ મુદ્દામાલનો નિકાલ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પકડી પાડવામાં આવેલી શંકાસ્પદ સીરપનો પણ નિકાલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સિરપ અગાઉ નંદેસરી અને જવાહરનગર પોલીસ મથકમાંથી પકડી પાડવામાં આવી હતી. જે શંકાસ્પદ આયુર્વેદિક સિરપ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

નશાબંધી વિભાગનો સ્ટાફ પણ હાજર

વડોદરા શહેરના જવાહર પોલીસ મથક વિસ્તારમાં રૂ. 1.62 કરોડની કિંમતની દારૂની બોટલ-ટીનનો નિકાલ કરવામાં આવ્યો છે. તમામ પર સરકારી બુલ્ડોઝર ફરી વળ્યું છે. આટલી મોટી કાર્યવાહી ટાણે ડીસીપી ઝોન - 1 જુલી કોઠીયા, એસીપી એ અને બી ડિવીઝન, સંબંધિત પોલીસ મથકના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. આ સાથે નશાબંધી વિભાગનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. કોર્ટમાંથી જરૂરી મંજુરી કર્યા બાદ દારૂના મુદ્દામાલનો તે રાહે નિકાલ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે. અને તેની અમલવારી માટે પોલીસ દિવસ-રાત મહેનત કરીને પ્રોહીબીશનના કેસો પકડી પાડતી હોય છે. જેનો અંદાજો ઉપરોક્ત કાર્યવાહી પરથી લગાડી શકાય છે.

આ પણ વાંચો -- VADODARA : નેશનલ હાઇ-વે પર ટ્રાફીક જામ, રસ્તા પરના ખાડા જવાબદાર

Tags :
byDestroyedhighillegalliquorOfficialspolicepresentedVadodara
Next Article