ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સંસ્કારી નગરીમાં વિધાનસભાના દંડકના હસ્તે ધ્વજ વંદન કરાયું

VADODARA : ૭૮મા સ્વતંત્રતા દિવસ (78TH INDEPENDENCE DAY OF INDIA) ની વડોદરા (VADODARA) ના જિલ્લા કક્ષાની (DISTRICT) ઉજવણી અંતર્ગત મુખ્ય ધ્વજવંદન (FLAG HOISTING) શહેરના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના રાવપુરા સ્થિત પોલીસ પરેડ...
11:13 AM Aug 15, 2024 IST | PARTH PANDYA
VADODARA : ૭૮મા સ્વતંત્રતા દિવસ (78TH INDEPENDENCE DAY OF INDIA) ની વડોદરા (VADODARA) ના જિલ્લા કક્ષાની (DISTRICT) ઉજવણી અંતર્ગત મુખ્ય ધ્વજવંદન (FLAG HOISTING) શહેરના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના રાવપુરા સ્થિત પોલીસ પરેડ...

VADODARA : ૭૮મા સ્વતંત્રતા દિવસ (78TH INDEPENDENCE DAY OF INDIA) ની વડોદરા (VADODARA) ના જિલ્લા કક્ષાની (DISTRICT) ઉજવણી અંતર્ગત મુખ્ય ધ્વજવંદન (FLAG HOISTING) શહેરના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના રાવપુરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ (કુબેર ભવનની પાછળ) ખાતે કરવામાં આવ્યું છે. આ તકે તેમની સાથે શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી, શહેરના સર્વે ધારાસભ્ય, શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, જિલ્લા કલેક્ટર બીજલ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે.

કર્મયોગીઓનું સન્માન કરાયું

સવારે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા ધ્વજ વંદન કર્યા બાદ જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો, રમતવીરો, વિશિષ્ટ પ્રતિભાઓ, શ્રેષ્ઠ કામગીરી કરનારા સરકારી કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું છે.

દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ

સાથે સાથે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સિદ્ધિઓની ઝાંખી કરાવતા ટેબ્લોનું વિવિધ વિભાગો દ્વારા નિદર્શન કરવામાં આવ્યું છે. બાળકો દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવાનો મોટો સંદેશો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- 15 August 2024 : રાજ્યભરમાં ધ્વજવંદન કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, શક્તિસિંહ ફરકાવશે તિરંગો

Tags :
baluCelebrationdayflaghoistIndependenceMLAshuklatoVadodara
Next Article