Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બસની બ્રેક ફેઇલ થતા અકસ્માતની હારમાળા સર્જાઇ

VADODARA : વડોદરા (VADODARA) ના એલ એન્ટ ટી સર્કલ પાસે વડોદરા - પાદરા ઇન્ટરસીટી બસની બ્રેક ફેઇલ થતા અકસ્માતની હારમાળા સર્જાઇ છે. ગત રાત્રીએ સર્જાયેલી ઘટનાના પગલે એસ ટી બસ હંકારતા ડ્રાઇવરની અતિગંભીર બેદરકારી છતી થવા પામી છે. આ ઘટનામાં...
vadodara   બસની બ્રેક ફેઇલ થતા અકસ્માતની હારમાળા સર્જાઇ

VADODARA : વડોદરા (VADODARA) ના એલ એન્ટ ટી સર્કલ પાસે વડોદરા - પાદરા ઇન્ટરસીટી બસની બ્રેક ફેઇલ થતા અકસ્માતની હારમાળા સર્જાઇ છે. ગત રાત્રીએ સર્જાયેલી ઘટનાના પગલે એસ ટી બસ હંકારતા ડ્રાઇવરની અતિગંભીર બેદરકારી છતી થવા પામી છે. આ ઘટનામાં 5 જેટલી કારને નાનું મોટુ નુકશાન થવા પામ્યું છે. આ ઘટનામાં સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી. આ ઘટનાને પગલે બેદરકાર બસ ડ્રાઇવરને કારના માલિકે બરાબરનો ખખડાવ્યો હતો.

Advertisement

સ્થાનિક પોલીસ દોડીને સ્થળ પર પહોંચી

વડોદરાના એલ એન્ડ ટી સર્કલ પાસે મોટી દુર્ઘટના થતી અટકી છે. ગતરાત્રે વડોદરા - પાદરા ઇન્ટરસીટી બસની બ્રેક ફેઇલ થતા તેની અડફેટે 5 કાર આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે રાત્રીના સમયે એલ એન્ડ ટી સર્કલ પાસે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા છે. આ ઘટનામાં કારને નાનું - મોટું નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડીને સ્થળ પર પહોંચી હતી. અને ટ્રાફીક જામ દુર કરાવી વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું સપાટી પર આવ્યું છે.

બેદરકારી દાખવતા અકસ્માત

આ ઘટના અંગે બેદરકાર બસ ચાલકે જણાવ્યું કે, અમિત નગર પાસે બ્રેક ડાઉન થયું હોવાનું જાણ્યું હતું. ત્યારે મુસાફરોને ઉતરી જવા જણાવ્યું હતું. પરંતુ કોઇ મુસાફરે ઉતરવાનું નામ નહી લેતા તેણે બસ હંકારી હતી. આ બેદરકારી બાદ અમિત નગર સર્કલ પાસેના એલ એન્ડ ટી સર્કલ પાસે જ આ દુર્ઘટના સર્જાઇ હતી.

Advertisement

કડક કાર્યવાહીની માંગ

આ ઘટનામાં એક કાર ચાલના પત્નીને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનુ તથા કારને મોટું નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે કારમાં બેઠેલો ચાલકનો પુત્ર હેબતાઇ ગયો હતો. જેથી તે અકસ્માતની ઘટના બાદ ફરી કારમાં બેસવાને લઇને ભયભીત થઇ ગયો હતો. અને સતત ના પાડી રહ્યો હતો. ઘટનામાં બેદરકાર કાર ચાલક સામે કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાની ચાલકે માંગ કરી છે.

આ પણ વાંચો -- Panchmahal: સરકારે ફાળવેલી સુવિધાઓ હાલ અગવડતાનો કારણ બની! વિદ્યાર્થીઓને ભારે હાલાકી

Advertisement

Tags :
Advertisement

.