Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટની છતમાંથી પાણીની ધાર વહી

VADODARA : વડોદરા (VADODARA) માં ગતરાત્રે શહેરમાં વરસેલા વરસાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ (INTERNATIONAL AIRPORT) ની અંદર પાણીની ધાર વહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA VIRAL VIDEO) પર હાલ સપાટી પર આવવા પામ્યો છે. અગાઉ એરપોર્ટની બહારની છતમાંથી પાણી ટપકતું હોવાનો...
vadodara   શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટની છતમાંથી પાણીની ધાર વહી

VADODARA : વડોદરા (VADODARA) માં ગતરાત્રે શહેરમાં વરસેલા વરસાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ (INTERNATIONAL AIRPORT) ની અંદર પાણીની ધાર વહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA VIRAL VIDEO) પર હાલ સપાટી પર આવવા પામ્યો છે. અગાઉ એરપોર્ટની બહારની છતમાંથી પાણી ટપકતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થવા પામ્યો હતો. વડોદરા એરપોર્ટની છતમાંથી ટપકતા પાણીને પગલે લોકો શહેરની કેવી છાપ પોતાના મનમાં લઇને જશે, તેનો અંદાજો લગાડવો મુશ્કેલ છે.

Advertisement

છતમાંથી પાણીની ધાર વહીને જમીન પર પડી

વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે, પરંતુ ઇન્ટરનેશન ફ્લાઇટ મેળવવા માટે હજી કતારમાં છે. આ સફળતા જલ્દી મળે તે માટે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી સતત પ્રયત્નશીલ છે. ત્યારે ગતરાત્રે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા અનેક ઠેકાણે ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. તે સમયે વડોદરાના ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદરની છતમાંથી પાણીની ધાર વહીને જમીન પર પડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો હતો. જેને પગલે સોશિયલ મીડિયામાં તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે.

Advertisement

બાંધકામાં રહી ગયેલી નાની ક્ષતિઓ છતી થવા પામી

આ અગાઉ થોડાક સમય પહેલા એરપોર્ટની બહારની છતમાંથી પાણીનું લિકેજ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો હતો. એક પછી એક પાણીના લિકેજના વીડિયો સામે આવવાના કારણે એરપોર્ટના બાંધકામાં રહી ગયેલી નાની ક્ષતિઓ છતી થવા પામી છે. ગતરાત્રે એરપોર્ટની અંદરની છતમાંથી પાણીની ધાર વહીને જમીન પર પડી રહી હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ સમયે મુસાફરો પણ તેને જોઇ રહ્યા છે, અને અચરજના ભાવ તેમના મોઢા પર જોવા મળી રહ્યા છે. આ મુસાફરો જ્યાં જશે ત્યાં શહેરના એરપોર્ટની ટપકતી છતની છબી લઇને જશે.

લોકોના મનમાં ખોટી છબી સ્થાન પામશે

આ વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યા બાદ મોટા ભાગના લોકોનું કહેવું છે કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તે પહેલા આ પ્રકારની નાની-મોટી ક્ષતિઓ દુર થવી જોઇએ. નહી તો લોકોના મનમાં શહેરની અને આપણા એરપોર્ટ મેનેજમેન્ટની ખોટી છબી સ્થાન પામશે, જે સારી વાત નથી.

Advertisement

આ પણ વાંચો -- Vadodara : જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજનો વધુ એક Video આવ્યો સામે, કહ્યું - મારી હત્યાનું..!

Tags :
Advertisement

.