Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : જનમહેલમાં મુકી રાખાયેલી બસ ભીષણ આગમાં હોમાઇ

VADODARA : ગતરાત્રે સ્ટેશન પાસેના જનમહેલમાં સિટી બસ સ્ટેશનમાં એક બસ મુકી રાખવામાં આવી હતી. જેમાં કોઇ મુસાફર અથવા અન્ય હાજર ન્હતું
vadodara   જનમહેલમાં મુકી રાખાયેલી બસ ભીષણ આગમાં હોમાઇ
Advertisement

VADODARA : વડોદરાના જનમહેલ ખાસે સિટી બસ સ્ટેશન આવેલું છે. અહિંયા મુકી રાખવામાં આવેલી બસ ગતરાત્રીએ આગની ભીષણ લપટોમાં આવી ગઇ હતી. ઘટનાને પગલે સ્થળ પર ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. ઘટનાને પગલે ફાયરના લાશ્કરો દોડી આવ્યા હતા. અને વિજ પુરવઠો બંધ કરીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. બસમાં આગ લાગવલા પાછળનું કારણ ઉપરથી જીવંંત વાયર તેના પર પડ્યો હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. (CITY BUS BURNED IN JANMAHAL STATION PARKING - VADODARA)

બસ ચોતરફથી આગની લપટોમાં આવી ગઇ

વડોદરામાં જેમ જેમ ગરમી વધતી જાય છે, તેમ તેમ આગ લાગવાની ઘટનાઓમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ગતરાત્રે વડોદરાના સ્ટેશન પાસે આવેલા જનમહેલમાં સિટી બસ સ્ટેશનમાં એક બસ મુકી રાખવામાં આવી હતી. જેમાં કોઇ મુસાફર અથવા અન્ય હાજર ન્હતું. તેમાં અચાનક રાત્રીના સમયે આગ લાગવાની ઘટના બની હતી. કોઇ કંઇ કરી શકે તે પહેલા બસ ચોતરફથી આગની લપટોમાં આવી ગઇ હતી. ઘટનાને પગલે લોકોની ભારે ચહલ-પહલ વાળા સિટી બસ સ્ટેશનમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો દોડી આવ્યા હતા.

Advertisement

સંચાલકોને અંદાજીત રૂ. 10 લાખનો ફટકો પડ્યો

આ ઘટનામાં આગ ઓલવવાની પ્રક્રિયા ટાણે વિજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, આ બસ સવારથી જ ત્યાં પડી હતી. તે સ્પેર બસ હતી. અને માત્ર રૂટ પર જરૂર પડ્યે જ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ બસ આગમાં હોમાઇ જવાના કારણે સંચાલકોને અંદાજીત રૂ. 10 લાખનો ફટકો પડ્યો હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. આગ લગાવાનું પ્રાથમિક તારણ, જીવંત વિજ વાયરનો ટુકડો ઉપરથી પડ્યા બાદ ઘટના ઘટી હોવાનું લગાડવામાં આવી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : હાઉસ કીપરને પાર્ટનર બનાવવાના ઝાંસામાં લઇને લોનની મોટી રકમ સેરવી

Tags :
Advertisement

.

×