VADODARA : રેશન કાર્ડનું E-KYC અપડેટ કરાવવા લોકોની લાંબી કતારો જામી
VADODARA : વડોદરા (VADODARA) માં રેશન કાર્ડનું ઇ-કેવાયસી (RATION CARD E-KYC) કરાવવા માટે જનસેવા કેન્દ્રની (JANSEVA KENDRA) પાછળ લોકોની લાંબી કતારો જામી છે. લોકો એટલી મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે, કે અંદરો અંદર નાની-મોટી બોલાચાલી પણ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. નર્મદા ભૂવનમાં આવેલા જનસેવા કેન્દ્રમાં આજે સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. સરકાર દ્વારા શિષ્યવૃત્તિ તથા રાશન માટે ઇકેવાયસી ફરજિયાત કરવામાં આવતા લોકો દોડતા થયા છે. આ વચ્ચે અધિકારી મોડા આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
લોકો કોઇ જ માહિતી આપતા નથી
લાંબી કતારોમાં ઉભેલા અરજદારો સર્વેએ જણાવ્યું કે, સવારે સાત વાગ્યાથી લાઇનમાં ઉભા છીએ. રેશન કાર્ડની કેવાયસી કરવા માટે આધાર કાર્ડ લિંક કરાવવા માટે લાઇનમાં ઉભા છીએ. સવારે 10 - 30 કલાકે તેમણે બારી ખોલી છે. પરંતુ મેડમ આવ્યા ન્હતા. મેડમ 11 - 45 બાદ આવ્યા છે. તે લોકો કોઇ જ માહિતી આપતા નથી. જે જવાબદાર અધિકારીએ જલ્દી આવવાનું હોય તે આવતા જ નથી. તેઓ અમને હમણાં આવશે, હમણાં આવશે જ કહી રહ્યા છે.
હમણાં પાછળના લોકો આગળ જતા રહ્યા છે
વધુમાં જણાવ્યું કે, અમે અઠવાડિયાથી ધક્કા ખાઇ રહ્યા છે. આ લોકો કાલે આવો કાલે આવો કહી રહ્યા હતા. ભાડુ ખરચીને આવવાનું અને આવીને મુશ્કેલી સહન કરવાની. આ લોકોએ વ્યવસ્થા જાળવવા માટે ટોકન સિસ્ટમ લાગુ કરવી જોઇએ. હમણાં પાછળના લોકો આગળ જતા રહ્યા છે. 100 થી વધુ લોકો છે, દોઢ વાગ્યે બંધ કરવાનું કહે છે, તો કેવી રીતે અમારા કેવાયસી થશે.
અમારો વિસ્તાર મોટો હોવાના કારણે કતારો લાંબી છે
ડે. મામલતદાર ફાલ્ગુનીબેને મીડિયાને જણાવ્યું હતું કે, 6 વાગ્યે કોઇ આવતું નથી. બધા 10 વાગ્યા પછી આવે છે. હમણાં ઝુંબેશ ચાલી રહી છે. 31, તારીખ સુધીમાં તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. મારે હમણાં મહત્વની મીટિંગ હતી. રોજ રાત્રે 10 વાગ્યા બાદ જ અમે ઓફીસ છોડીએ છીએ. અમે તેમને ફોન કરીને બોલાવી રહ્યા છીએ. કેવાયસીની કામગીરી રાત્રે 8 વાગ્યા સુધી ચાલે છે. ગાંધીનગરથી પરિપત્ર અને ઓર્ડર છે કે, શિષ્યવૃત્તિ માટે કેવાયસી ફરજિયાત થઇ ગયું છે. અને કેવાયસીના પર્સનલી મેસેજ જતા હોય છે. આમાં શાળાના પ્રિન્સિપાલ અને અનાજના દુકાનોને પણ જોડવામાં આવ્યા છે. તે મીટિંગ પતાવીને હું આવી છું. અમારો વિસ્તાર મોટો હોવાના કારણે કતારો લાંબી છે. શહેરમાં 6 ઝોનમાં કામગીરી થઇ રહી છે.
આ પણ વાંચો -- VADODARA : સસ્પેન્ડેડ ફાયર ઓફીસરની સ્પોન્સરશીપ શંકાના દાયરામાં