ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : CCTV કેમેરા પર કાળા રંગની સ્પ્રે છાંટીને જ્વેલરી શોપમાં હાથફેરો

VADODARA : ગણેશોત્સવ, નવરાત્રી અને દિપાવલી ટાણે પોલીસને કહ્યું હતું કે, પેટ્રોલીંગ વધારો. આ શહેરનું હાર્દ છે. આંગણિયાથી લઇને જ્વેલર્સની દુકાનો આવેલી છે - વેપારી અગ્રણી
04:05 PM Dec 25, 2024 IST | PARTH PANDYA
VADODARA : ગણેશોત્સવ, નવરાત્રી અને દિપાવલી ટાણે પોલીસને કહ્યું હતું કે, પેટ્રોલીંગ વધારો. આ શહેરનું હાર્દ છે. આંગણિયાથી લઇને જ્વેલર્સની દુકાનો આવેલી છે - વેપારી અગ્રણી

VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) ના સુલતાનપુરા વિસ્તારમાં આવેલી ઇમીટેશન જ્વેલરીની શોપના સીસીટીવીમાં કાળા કલરનું સ્પ્રે મારીને હાથફેરો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ રીતનો કિમીયો અજમાવીને તસ્કરો દ્વારા નવાપુરા પોલીસ (VADODARA POLICE - NAVAPURA POLICE STATION) ને પડકાર ફેંકવામાં આવી રહ્યો છે. હવે વિસ્તારમાં તસ્કરોનો તરખાટ અટકાવવા માટે પોલીસ શું પગલાં લે છે તે જોવું રહ્યું.

વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી

આજે નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા સુલતાનપુરા વિસ્તારમાં એમ એમ જ્વેલર્સ નામની ઇમીટેશન જ્વેલરીની શોપમાં તસ્કરો દ્વારા હાથફેરો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. લોકોની અવર-જવરથી ભરચક વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવતા વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. આ ઘટનામાં તસ્કરો દ્વારા સીસીટીવી કેમેરામાં તેમની ઓળખ ના થાય તે માટે કાળા કલરનો સ્પ્રે તેના પર મારી દીધો હતો. જેને પગલે આ કેસમાં સીસીટીવી ફુટેજીસ કંઇ કામ લાગે તેમ નહીં હોવાની લોકચર્ચા છે.

આગળની દુકાનો બહારના સીસીટીવી પર પણ કાળા કલરનું સ્પ્રે મારી દેવાયું

વેપારીએ મીડિયાને જણાવ્યું કે, આજે સવારે મારી દુકાનની સામેની દુકાનના સંચાલકનો મને ફોન આવ્યો હતો. અને જણાવ્યું કે, તમારી દુકાન ખુલ્લી છે. જેથી હું તુરંત અહિંયા આવી પહોંચ્યો હતો. ત્યાર બાદ જોયું તો દુકાનનું સેન્ટ્રલ લોક તુટેલું હતું. દરવાજો અડાડીને બંધ કરવામાં આવ્યો હતો. હાલ તો ગલ્લામાં મુકેલા રૂ. 15 હજાર ગાયબ થયા હોવાનું સામે આવ્યું છે. અમારી દુકાનના સીસીટીવીમાં કાળા કલરનું સ્પ્રે મારવામાં આવ્યું છે. આની સાથે અમારી દુકાનથી આગળની બે દુકાનોના બહારના સીસીટીવી પર પણ કાળા કલરનું સ્પ્રે મારી દેવામાં આવ્યું છે. મેં દુકાને આવ્યા બાદ પોલીસને 100 નંબર પર ફોન કર્યો હતો. ત્યાર બાદ તેઓ આવી પહોંચ્યા હતા. અને આ મામલાની તપાસ શરૂ કરી છે.

સવારે 6 વાગ્યે ચોરી થાય તંત્ર માટે નાલેશીભરી વાત છે

વેપારી અગ્રણી પરેશ શાહે જણાવ્યું કે, અગાઉ અમે ગણેશોત્સવ, નવરાત્રી અને દિપાવલી ટાણે પોલીસને કહ્યું હતું કે, પેટ્રોલીંગ વધારો. આ શહેરનું હાર્દ છે. આંગણિયાથી લઇને જ્વેલર્સની દુકાનો આવેલી છે. સવારે 6 વાગ્યે ચોરી થાય તંત્ર માટે નાલેશીભરી વાત છે. આગામી સમયમાં એક-બે દિવસમાં પોલીસ કમિશનરને મળીને પેટ્રોલીંગ કરવા માટે રજુઆત કરવામાં આવશે. આ એરીયામાં ફરી ચોરી ના થાય તે માટે અમે રજુઆત કરવાના છીએ. વડોદરામાં છેલ્લા 6 મહિનાથી ચોરીની ઘટનાઓ વધી રહી છે. પોલીસે કડક પગલાં લેવાની જરૂરત છે.

આ પણ વાંચો -- VADODARA : શહેરમાંથી સૌ પ્રથમ વખત હાઇબ્રીડ ગાંજાનું વેચાણ કરતો પેડ્લર ઝડપાયો

Tags :
BlackcameraCCTVcolorGujarat FirstGujarat NewsGujarati NewshideIncidentjewelryonshopspraytheftThievestoVadodara
Next Article