Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : જિલ્લા પંચાયતની પહેલ, 1,044 સગર્ભા મહિલાઓને પોષણ કીટનું વિતરણ

VADODARA : 1000 દિવસ ઉપર ધ્યાન કેંદ્રીત કરી તે સમયગાળાની સાર સંભાળ થઇ શકે તોજ ભવિષ્યની આવનાર પેઢી તંદુરસ્ત અને સુપોષિત બની શકે છે.
vadodara   જિલ્લા પંચાયતની પહેલ  1 044 સગર્ભા મહિલાઓને પોષણ કીટનું વિતરણ
Advertisement

VADODARA : વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી નવતર પહેલના (SPECIAL INITIATIVE BY VADODARA JILLA PANCHAYAT, HEALTH DEPARTMENT) ભાગરૂપે ૧૦૪૪ સગર્ભા મહિલાઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૧૧ વસ્તુઓથી સજ્જ આ પોષણ કિટ જિલ્લાની એસસી અને એસટી શ્રેણીની સગર્ભા મહિલાઓને આપવામાં આવી હતી. રાજ્ય સરકારના તંદુરસ્ત માતા, તંદુરસ્ત બાળના સંકલ્પને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમમાં સામાજિક અને સેવાભાવી સંસ્થાઓનો પણ સહયોગ સાંપડ્યો છે. ((VADODARA JILLA PANCHAYAT GIVE NUTRITION KIT TO PREGNANT WOMEN)

Advertisement

11 વસ્તુઓની 16.5 કિલોની ન્યુટ્રીશન કીટ વિતરણનો કાર્યક્રમ

વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને ઓ.એન.જી.સી. સહિત શિતલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વડોદરા જિલ્લાની કુલ 1044 એસ.સી. અને એસ.ટી. સગર્ભા બહેનોને કુલ 11 વસ્તુઓની 16.5 કિલોની ન્યુટ્રીશન કીટ વિતરણનો કાર્યક્રમ શહેરની એસ.એસ.જી. હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો. ન્યુટ્રીશન કીટમાં પાંચ કિલો ઘઉંનો લોટ, ત્રણ કિલો ચોખા, એક કિલો મગ, એક કિલો મગની દાળ, એક કિલો ચણા, એક કિલો તુવેરદાળ, એક કિલો સિંગદાણા, એક કિલો ગોળ, એક કિલો પ્રોટીન પાવડર, પાંચસો ગ્રામ ખજૂર, એક કિલો તેલ આપવામાં આવ્યા હતા.

Advertisement

આવનાર પેઢી તંદુરસ્ત અને સુપોષિત બની શકે

સરકારની 1000 દિવસ માટે સગર્ભા અને ધાત્રી માટે અન્ન વિતરણ યોજના કે જેમાં બાળક અને માતાના પોષણમાં ટકાઉ અને લાંબાગાળાના વિકાસ માટે મનુષ્યના જીવનના 1000 દિવસ જેમાં બાળક ગર્ભમાં હોય તે સમયગાળો 270 દિવસ અને જન્મથી 2 વર્ષ 730 દિવસ આમ આ 1000 દિવસ ઉપર ધ્યાન કેંદ્રીત કરી તે સમયગાળાની સાર સંભાળ થઇ શકે તોજ ભવિષ્યની આવનાર પેઢી તંદુરસ્ત અને સુપોષિત બની શકે છે.

બાળક 2 વર્ષનું થાય ત્યાર સુધી પોષણ કીટ ( રો-રાશન ) આપવાની જાહેરાત

ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ નવા વર્ષના બજેટમાં માતા અને બાળકની સારી સંભાળ અને પુરતુ પોષણ મળે તે માટે સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ 6 માસ થી 2 વર્ષના બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે સરકાર દ્વારા સગર્ભાવસ્થાથી લઈ બાળક 2 વર્ષનું થાય ત્યાર સુધી પોષણ કીટ ( રો-રાશન ) આપવાની જાહેરાત કરાઇ છે.

બહેનોને ન્યુટ્રીશન અને આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું

આ યોજનામાં લાભ મેળવવનાર સગર્ભા માતા રાઠવા પાયલબેન અને પ્રીથા બેન એ જણાવ્યું કે, "આ પોષણ કીટ દ્વારા અમને સ્વાસ્થ્ય સબંધિત લાભ મળી રહશે તથા આ પોષણ કીટ અમને આપવા બદલ અમે આભાર વ્યક્ત કરીએ છે." આ કાર્યક્રમની સાથે સગર્ભા બહેનોને ન્યુટ્રીશન અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં ગર્ભાવસ્થા દરમિયાન શું કાળજી લેવી, સંસ્થાકીય પ્રસુતિ, બાળકના જન્મ બાદ તેના આરોગ્ય માટે માતા દ્વારા સ્તનપાન સહિતના વિષયે સમજૂતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો --- VADODARA : ટ્રાફીક સેફ્ટી માસમાં ચાલુ વાહને ફોન પર વાતો કરનારા વધુ દંડાયા

Tags :
Advertisement

.

×