VADODARA : KabhiB ની પેક્ડ બ્રેડમાં કીડા ફરતા મળી આવ્યા
VADODARA : રાજ્યભરમાં જાણીતી KabhiB બેકરીની પેક્ડ બ્રેડમાંથી કીડા ફરતા હોવાનું સપાટી પર આવ્યું છે. જેના કારણે લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. આ વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યો છે. પેક્ડ ખાદ્ય પદાર્થ હોય કે પછી બનાવીને પીરસવામાં આવેલા ખાદ્ય પદાર્થ હોય બંનેમાં જીવાત તથા અન્ય નીકળવાની ઘટનાઓ ચિંતાજનક રીતે સપાટી પર આવી રહી છે. જેને નાથવામાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગનું તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું હોવાનો લોકોમાં ગણગણાટ છે. (INSECT FOUND IN KABHIB GARLIC LOAF BREAD - VADODARA)
કારેલીબાગ વિસ્તારમાં આવેલા આઉટલેટનો હોવાનો અંદાજ
વડોદરા સહિત રાજ્યભરમાં ગ્રાહકો અને કોમર્શિયલ એકમોની પહેલી પસંદ પામેલી KabhiB બેકરીની બ્રેડમાં કીડા ફરતા હોવોનું સપાટી પર આવ્યું છે. સામાન્ય સંજોગોમાં ખુલ્લા ખોરાકમાં આ પ્રકારે કીડા ફરતા હોય તેવું સપાટી પર આવતું હોય છે. હવે તો પેક્ડ ફૂડ ખરીદતા ગ્રાહકોને પણ આ વાતનો અનુભવ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા માધ્યમથી સપાટી પર આવેલો વીડિયો વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આઉટલેટનો હોવાનો પ્રાથમિક અંદાજ છે. આ બ્રેડ ગાર્લિક લોફ પ્રકારની હોવાનો ઉલ્લેખ તેના પર છે, તેની એક્સપાયરી ડેટ 18 માર્ચ લખવામાં આવી છે. આ પ્રોડક્ટ KANHAI FOODS LTD દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોવાનું સ્ટીકર પર લખ્યું છે.
ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના તંત્રની પોલ ખુલ્લી થવા પામી
આ વીડિયો સામે આવતાની સાથે જ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના તંત્રની પોલ ખુલ્લી થવા પામી છે. અગાઉ સામે આવેલા કિસ્સાઓમાં કડકાઇ દાખવી હોત તો આજે આ દિવસ આવ્યો નાહોત તેવું લોકોનું માનવું છે. સામાન્ય રીતે સીઝનલ ધંધો કરતા વેપારીઓ પર ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ અવાર-નવાર ચેકીંગ કરતા હોય છે. અને પેક્ડ ફૂડ વેચતા વિક્રેતાઓ પર સામાન્ય સંજોગોમાં ઓછી કાર્યવાહી થતી હોય છે. આ ઘટના સામે આવ્યા બાદ ફૂડ સેફ્ટી વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : હિટ એન્ડ રન કેસનો આરોપી વધુ રિમાન્ડ પર, ત્રણ ASI ની બદલી