Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રોડનો ભાગ બેસી જતા લોકોએ આડાશ ઉભી કરી

VADODARA : ચોમાસાની રુતુ દરમિયાન શહેર (VADODARA) ના રોડ-રસ્તાઓ પર ભૂવા પડવાનું ચલણ હવે જુનું થયું હોય તેમ લાગી રહ્યું છે. હવે તો રોડ રસ્તા બેસી જવાની ઘટના સામે આવે છે. શહેરના કલાલી વિસ્તારમાં અંદાજીત 50 ફૂટ જેટલો રોડનો ભાગ...
vadodara   રોડનો ભાગ બેસી જતા લોકોએ આડાશ ઉભી કરી
Advertisement

VADODARA : ચોમાસાની રુતુ દરમિયાન શહેર (VADODARA) ના રોડ-રસ્તાઓ પર ભૂવા પડવાનું ચલણ હવે જુનું થયું હોય તેમ લાગી રહ્યું છે. હવે તો રોડ રસ્તા બેસી જવાની ઘટના સામે આવે છે. શહેરના કલાલી વિસ્તારમાં અંદાજીત 50 ફૂટ જેટલો રોડનો ભાગ બેસી જતા સ્થાનિકોએ આડાશ ઉભી કરીને દુર્ઘટના રોકવાનો પ્રયાસ કર્યો છે. શહેરના રોડ-રસ્તા કેવી હલકી ગુણવત્તાના બનાવવામાં આવે છે, તેનો અંદાજો લગાડવા માટે આ કિસ્સો પુરતો છે.

Advertisement

ભૂવા પડવાનું જુનું થયું

ચોમાસામાં વડોદરા શહેરમાં ભૂવા પડવાની કોઇ નવાઇ નથી. પરંતુ આ વર્ષે ભૂવા પડવામાં રેસ લાગી હોય તેવી સ્થિતી સર્જાઇ હતી. વડોદરામાં એક વિસ્તારમાં ભૂવો રીપેર થાય ત્યાં તો અન્ય વિસ્તારમાં ભૂવો પ્રગટ થતો હતો. કેટલીખ વખતતો એક જ દિવસમાં એકથી વધુ ભૂવા પડ્યાનું પણ સામે આવ્યું હતું. ત્યારે હવે ભૂવા પડવાનું જુનું થયું હોય તેમ લાગી રહ્યું છે. કારણકે હવે શહેરમાં રોડ-રસ્તા બેસી જવાની ઘટનાઓ સામે આવતી રહે છે. અગાઉ શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારે રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી.

Advertisement

અનેક વિસ્તારોમાં પડેલા ભૂવાનું રીપેરીંગ કાર્ય હજી પૂર્ણ નથી

તાજેતરમાં શહેરના કલાલી તળાવ પાસે 50 ફૂટની લંબાઇ ધરાવતો રોડનો ભાગ બેસી ગયો હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. જે બાદ કોઇ દુર્ઘટના ન થાય તે માટે સ્થાનિકોએ સમયસર આગળ આવીને તેના ફરતે આડાશ ઉભી કરી હતી. શહેરના અનેક વિસ્તારોમાં પડેલા ભૂવાનું રીપેરીંગ કાર્ય હજી પૂર્ણ નથી થયું ત્યાંતો આટલો મોટો રોડનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી છે. હજી સુધી પાલિકાના સત્તાધીશો દ્વારા આ સ્થળની મુલાકાત નહી લેવામાં આવી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. રોડ-રસ્તાની આ હાલત જોઇને કામમાં કેવી પોલ પટ્ટી મારવામાં આવી હશે તેનો અંદાજો લગાડવે સહેલો છે.

આ પણ વાંચો -- VADODARA : નાઇટ પેટ્રોલીંગ કરતી પોલીસ વાન જોડે ઇકો કાર ભટકાઇ

Tags :
Advertisement

.

×