VADODARA : કમાટીબાગના ઐતિહાસીક બ્રિજ પરથી પસાર થવું સપનું બનશે
VADODARA : વડોદરા (VADODARA) કમાટીબાગ (KAMATI BAUG ZOO) માં આવેલા ઐતિહાસીક બ્રિજને અવર-જવર માટે બંધ (KAMATI BAUG ZOO HISTORIC OVER BRIDGE CLOSED - VADODARA) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે હવે ઐતિહાસીક બ્રિજ પરથી પસાર થવું સપનું બનશે. સયાજીબાગ ઝૂમાં પ્રાણી સંગ્રહાલય તરફ જવા માટેનો લાકડા-લોખંડનો બનેલો ઐતિહાસીક બ્રિજ અનોખી ઓળખ ધરાવતો હતો. પરંતુ સમય જતા તેની સુરક્ષાને ધ્યાને રાખીને જાળી મારીને બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે સહેલાણીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
સહેલાણીઓએ ફોટગફોરો ખાવો પડશે
અત્યાર સુધીમાં વડોદરાના સયાજીબાદ ઝૂમાં પક્ષીઘરથી વાઘ-સિંહ જોવા માટે સરળતાથી ઐતિહાસીક બ્રિજ પરથી પસાર થઇને જવાતું હતું. પરંતુ હવે તેને અવર-જવર બંધ કરવા માટેની નોટીસ મારી દેવામાં આવી છે. આ બ્રિજ બંધ કરવાના કારણે હવે સહેલાણીઓએ ફોટગફોરો ખાવો પડશે, તે નક્કી છે.
અવર-જવર સદંતર બંધ કરવાની સુચના મળી
ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરે મીડિયાને જણાવ્યું કે, વર્ષ 2022 થી હકીકતે આ બ્રિજ બંધ છે. ફક્ત ઝૂ સ્ટાફ અને સિકયોરીટી સ્ટાફ તેનો ઉપયોગ કરી રહ્યા હતા. બ્રિજ બે ભાગમાં વહેંચાયેલું હોવાના કારણે તેનો ઉપયોગ સરળ રહેતો હતો. પરંતુ બ્રિજ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ દ્વારા આ બ્રિજને અનસેફ જાહેર કરવામાં આવ્યો છે. જેથી તેના પરથી અવર-જવર સદંતર બંધ કરવાની સુચના મળી છે. મોરબી દુર્ઘટના બાદ બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી. તે બાદ આ બ્રિજની તપાસ કરવામાં આવી હતી. અને અનસેફ જાહેર કર્યો હતો.
સિક્યોરીટી જવાનો જોડે ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી
વધુમાં જણાવ્યું કે, આ બ્રિજ પરથી ભારદારી વાહનની અવર-જવરને પહેલાથી જ બંધ કરી દેવામાં આવી હતી. ફક્ત ઝૂનો સ્ટાફ ચાલીને તથા ટુ વ્હીલર મારફતે જતો હતો. આમ થવાથી અમારી રોજબરોજની કામગીરીમાં અસર થાય તેમ છે. આ અંગે અમે ઉપર રજુઆત કરી છે. અમારી જરૂરિયાત સરળ છે, જેના કારણે અમને મુશ્કેલી પડી રહી છે. અને ઝૂ જોવા આવતા સહેલાણીઓને આખુ ગાર્ડન ફરીને આવવું પડી રહ્યું છે. જેના કારણે સિક્યોરીટી જવાનો જોડે ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ અગવડનું સકારાત્મક નિરાકરણ આવે તેવી અમારી આશા છે.
આ પણ વાંચો -- Banaskantha : સિક્સલેન હાઇવે પર બસ-ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત મામલે મોટો ખુલાસો!