VADODARA : ગુજસીટોક અંતર્ગત જેલમાં બંધ કાસમઆલા ગેંગ વિખેરાઇ
VADODARA : વડોદરામાં હાહાકાર મચાવનાર કાસમઆલા ગેંગના સાગરિતો સામે ગુજસીટોક અંતર્ગત ગુનો નોંધીને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. તમામ એક જ જેલમાં હોવાથી એકત્ર થઇને કોઇ ગુનાને અંજામ આપવાના દિશામાં આગળ વધી શકે તેવી શક્યતાઓને ધ્યાને રાખીને સ્પેશિયલ પીપી રધુવીર પંડ્યા દ્વારા આ અંગે દલીલ કરવામાં આવી હતી. જેથી 9 આરોપીઓને રાજ્યના વિવિધ જેલમાં મોકલવાનો કોર્ટે આદેશ કર્યો હતો. જેનું પાલન કરતા 9 આરોપીઓને વિવિધ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. (GUJCTOC CASE ACCUSED KASAM ALA GANG MEMBERS SENT TO DIFFERENT JAIL - VADODARA)
અન્ય કેદીઓ મુશ્કેલી પણ સર્જી શકે તેવી સંભાવનાઓ
તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલી કાસમઆલા ગેંગના 9 સાગરિતો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે બાદ તમામને દબોચીને જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધી તમામ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ હતા. દરમિયાન તેઓ એકત્ર થઇને ગુનાઓનું આયોજન કરી શકે, તથા અન્ય કેદીઓ મુશ્કેલી પણ સર્જી શકે તેવી સંભાવનાઓને ધ્યાને રાખીને સ્પેશિયલ પીપી રધુવીર પંડ્યા દ્વારા કોર્ટમાં આ મામલે દલીલો કરવામાં આવી હતી. સાથે જ જેલમાં ગેંગ વોરની શક્યતાને કોર્ટ સમક્ષ ધારદાર રીતે રજુ કરવામાં આવી હતી.
9 સાગરિતોને વિવિધ જેલમાં ધકેલી આપવામાં આવ્યા
જેથી કોર્ટે કાસમઆલા ગેંગના સભ્યોને અન્ય શહેરની જેલોમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. જેનું આજે પાલન કરતા કાસમઆલા ગેંગના 9 સાગરિતોને વિવિધ જેલમાં ધકેલી આપવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે.
આરોપીનું નામ ----- જેલ
- હુસૈન કાદરમિયા સુન્ની - ડિસ્ટ્રિક્ટ જેલ, વલસાડ
- અકબર કાદરમિયા સુન્ની - સ્પેશિયલ જેલ પાલરા, ભુજ
- શાહિદ ઉર્ફે ભુરીયો જાકીરભાઇ - ડિસ્ટ્રિક્ટ જેલ, જામનગર
- વસીમખાન ઉર્ફે બબલુ ઉર્ફે માજા યુસુફખાન પઠાણ - સેન્ટ્રલ જેલ, રાજકોટ
- સિકંદર કાદરમિયા સુન્ની - સ્પેશિયલ જેલ, પોરબંદર
- હસન ઉર્ફે ઝાંઝર કાદરમિયા સુન્ની - ડિસ્ટ્રિક્ટ જેલ, મહેસાણા
- મોહમ્મદ અલી ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ - ડિસ્ટ્રિક્ટ જેલ, જુનાગઢ
- સુફિયાન સિકંદર પઠાણ -સેન્ટ્રલ જેલ, સુરત
- ગની ઉર્ફે એરટેલ ઉસ્માનમીયા શેખ - ડિસ્ટ્રિક્ટ જેલ, ગાંધીધામ
આ પણ વાંચો --- VADODARA : સમામાં પાણીના વિરોધ ટાણે પોલીસ કાર્યવાહીની તપાસ સોંપાઇ