ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ઓવરબ્રિજના બાંધકામમાં નડતરરૂપ હાઇટેન્શન ટાવર દુર કરાયું

VADODARA : ખોડિયાર નગર બ્રિજનો અંદાજિત ખર્ચ રૂ. 78 કરોડ આંકવામાં આવી રહ્યો છે. જેની લંબાઈ / પહોળાઈ - 765 મીટર x 16.80 મી. રખાશે
03:02 PM Mar 06, 2025 IST | PARTH PANDYA
VADODARA : ખોડિયાર નગર બ્રિજનો અંદાજિત ખર્ચ રૂ. 78 કરોડ આંકવામાં આવી રહ્યો છે. જેની લંબાઈ / પહોળાઈ - 765 મીટર x 16.80 મી. રખાશે

VADODARA : વડોદરાના ખોડિયારનગર, ન્યુ વીઆઇપી રોડ પર ઓવર બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત ડિવાઇડર પર ઉભા કરાયેલા હાઇટેન્શન લાઇનના મોટા ટાવર નડતરરૂપ હોવાથી તેને દુર કરવામાં આવી રહ્યા છે. સેફ્ટી સાથે માણસો હાઇટેન્શન લાઇનના ટાવર પર ચઢયા છે. અને એક પછી એક તેનો ભાગ દુર કરવામાં આવી રહ્યો છે. (AUTHORITY REMOVE HIGH TENSION TOWER OBSTACLES IN OVER BRIDGE - KHODIYAR NAGAR, VADODARA)

ટાવર પર ચઢીને તેને દુર કરવાનું કાર્ય હાથમાં શરૂ કરવામાં આવ્યું

વડોદરાના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, હાલ શહેરમાં 7 જેટલા ઓવરબ્રિજની કામગીરી નિર્માણાધીન છે. દરમિયાન એક બ્રિજ ખોડિયાર નગર પાસે બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજની કામગીરી અંતર્ગત નજીકમાં આવેલું ડિવાઇડર સાઇડનું હાઇટેન્શન લાઇનનું ટાવર નડતરરૂપ સાબિત થાય તેમ હતું. જેથી તેને દુર કરવામાં આવી રહ્યું છે. આજે સવારે સંબંધિત વિભાગના કર્મચારીઓ દ્વારા સેફ્ટી સાથે હાઇટેન્શન ટાવર પર ચઢીને તેના ભાગોને અલગ અલગ કરીને તેને દુર કરવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. જો કે, આ વિસ્તારમાં એક થી વધુ હાઇટેન્શન ટાવર દુર કરવા પડે તેવી સ્થિતી હોવાનો સ્થાનિકોનો મત છે.

બ્રિજનો અંદાજિત ખર્ચ રૂ. 78 કરોડ

આ કાર્ય સમયે રસ્તાથી સલામત અંતરે આડાશ ઉભી કરવામાં આવી છે. આ આડાશની એક બાજુએથી વાહનવ્યવહાર ચાલી રહ્યો છે, અને બીજી તરફ આ કામ ચાલી રહ્યું છે. ખોડિયાર નગર બ્રિજ બનાવવાનો અંદાજિત ખર્ચ રૂ. 78 કરોડ આંકવામાં આવી રહ્યો છે. જેની લંબાઈ / પહોળાઈ - 765 મીટર x 16.80 મીટર રાખવામાં આવનાર છે. આ બ્રિજ ફોરલેન બનવા જઇ રહ્યો છે.

આ પણ વાંચો --- VADODARA : MSU ના લાયકાત વગરના પૂર્વ VC નું જુઠાણું પકડાયું

Tags :
authorityBridgebyGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshighkhodiyarnagaroverremoveTensiontowerVadodara
Next Article