ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : આંતરરાષ્ટ્રીય મેચ પૂર્વે સ્ટેડિયમનું નિરીક્ષણ, 15 મુદ્દાઓને લઇને તૈયારીઓ ચકાસી

VADODARA : મેચમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવી પહોંચવાની સ્થિતીને ધ્યાને રાખી વડોદરા જિલ્લા પોલીસ માટે બંદોબસ્ત અંગેની વાટાઘાટો શરૂ
12:37 PM Dec 12, 2024 IST | PARTH PANDYA
VADODARA : મેચમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવી પહોંચવાની સ્થિતીને ધ્યાને રાખી વડોદરા જિલ્લા પોલીસ માટે બંદોબસ્ત અંગેની વાટાઘાટો શરૂ

VADODARA : વડોદરા (VADODARA) ના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ (KOTAMBI CRICKET STADIUM - VADODARA) માં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ (FIRST INTERNATIONAL MATCH - VADODARA) રમાવવા જઇ રહી છે. તેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે બરોડા ક્રિકેટ એસોસિયેશન (BARODA CRICKET ASSOCIATION) ના પ્રમુખ પ્રણવ અમિત (BCA PRESIDENT - PRANAV AMIN) સહિતના પદાધિકારીઓ સ્ટેડિયમ પહોંચ્યા હતા. અને વિવિદ 15 જેટલી બાબતોને ધ્યાને રાખીને તૈયારીઓ ચકાસવામાં આવી હતી. બારીકાઇ પૂર્વક કરવામાં આવેલા નિરીક્ષણમાં જે કોઇ ક્ષતિ ધ્યાને આવી તેને ત્વરિત દુર કરવા માટે સુચન પણ આપવામાં આવ્યું હતું.

પ્રમુખ પ્રણવ અમીન, ખજાનચી, એપેક્ષ કમિટીના સભ્યો સ્ટેડિયમની મુલાકાતે પહોંચ્યા

વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વખત ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 22, 24 અને 27 ડિસે.ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. તેની તૈયારીઓના ભાગરૂપે બીસીએ પ્રમુખ પ્રણવ અમીન, ખજાનચી, એપેક્ષ કમિટીના સભ્યો સ્ટેડિયમની મુલાકાતે પહોંચ્યા હતા. અને 15 જેટલી બાબતોને ધ્યાને રાખીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેચમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવી પહોંચવાની સ્થિતીને ધ્યાને રાખી વડોદરા જિલ્લા પોલીસ માટે બંદોબસ્ત અંગેની વાટાઘાટો શરૂ કરવામાં આવી છે. આ સાથે જ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડિવાઇડર તોડીને રસ્તો બનાવવા માટે હાઇવે ઓથોરીટી પાસે મંજુરી માંગવામાં આવી છે.

વિવિધ પદાધિકારીઓને પણ જવાબદારી સોંપી દેવામાં આવી

તો બીજી તરફ સ્ટેડિયમમાં 30 હજાર દર્શકોની બેઠક વ્યવસ્થાને ધ્યાને રાખીને વૈકલ્પિક રોડ બનાવવાની પણ તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. હાઇવેથી સ્ટેડિયમ સુધીનો કાચો રસ્તો પણ તૈયાર હોવાનું સુત્રોનું જણાવવું છે. આ સાથે જ બીસીએના વિવિધ પદાધિકારીઓને પણ જવાબદારી સોંપી દેવામાં આવી છે. બીસીએની ટીમ દ્વારા સિક્યોરીટીસ પાર્કિંગ, મીડિયા મેનેજમેન્ટ, બજેટ, ઇન્શ્યોરન્સ, કેટરીંગ, ટ્રાન્સપોર્ટ, ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કો-ઓર્ડિનેશન સહિતના અન્ય મુદ્દે નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : અગત્યની રૂપારેલ કાંસમાં દુષિત પાણીનો નિકાલ

Tags :
andBCAbyCricketendfirstInternationalkotambimatchmemberspreparationReviewstadiumtimeVadodara
Next Article