ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : કોયલી સ્થિત ખાનગી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 કિમી ધ્રુજારી અનુભવાઇ

VADODARA : પ્રચંડ બ્લાસ્ટ બાદ હાલ તબક્કે વિસ્તારમાં સાયરન ગુંજી ઉઠ્યું છે. કોયલીમાં રીફાઇનરી સહિતની અનેક નાની-મોટી કંપનીઓ આવેલી છે.
04:11 PM Nov 11, 2024 IST | PARTH PANDYA
VADODARA : પ્રચંડ બ્લાસ્ટ બાદ હાલ તબક્કે વિસ્તારમાં સાયરન ગુંજી ઉઠ્યું છે. કોયલીમાં રીફાઇનરી સહિતની અનેક નાની-મોટી કંપનીઓ આવેલી છે.

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા કોયલી ગામની ખાનગી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ (KOYLI COMPANY HUGE BLAST) સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, 8 કિમી દુર રહેતા પરિવારોએ પણ તેની ધ્રુજારીનો અનુભવ કર્યો હતો. જેને પગલે ઘરના લોકો બહાર દોડી આવ્યા હતા. હાલ તબક્કે વિસ્તારમાં સાયરન ગુંજી ઉઠ્યું છે. કોયલીમાં રીફાઇનરી સહિતની અનેક નાની-મોટી કંપનીઓ આવેલી છે. આગ કઇ કંપનીમાં લાગી છે, તે અંગે હાલ તબક્કે કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી. આ કંપની સરકારી પીએસયુ હોવાનું સ્થાનિક સુત્રોનું જણાવવું છે.

બ્લાસ્ટ બાદ કાળા કલરના ધૂમાડા 8 કિમી દુરથી જોઇ શકાય છે

વડોદરા પાસે આવેલા કોયલી ગામે આવેલી ખાનગી કંપનીમાં આજે બપોરના સમયે પ્રચંડ ધડાકા સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બ્લાસ્ટ બાદ ધ્રુજારી 8 કિમી દુર સુધી અનુભવાઇ હોવાનું સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદથી વિસ્તારમાં સાયરનો ગુંજી ઉઠ્યા છે. કોયલીમાં રીફાઇનરી સહિતની નાની-મોટી કંપનીઓ આવેલી છે. નજીકના ગામમાં રહેતા લોકો તેમાં નોકરી કરતા હોય છે. આ ઘટનામાં બ્લાસ્ટ બાદ કાળા કલરના ધૂમાડા 8 કિમી દુરથી જોઇ શકાય છે. જેથી ઘટનાની ગંભીરતાનો અંદાજો લગાડી શકાય તેમ છે.

ગ્રામજનો ભારે ઉચાટની લાગણી અનુભવી રહ્યા છે

ઘડાકાની તિવ્રતાને જોઇને સ્થાનિકોમાં ભારે ભયની લાગણી વ્યાપી જવા પામી છે. તો બીજી તરફ ગ્રામજનો ભારે ઉચાટની લાગણી અનુભવી રહ્યા છે. આવનાર સમયમાં આ ઘટના અંગે વધુ માહિતી પ્રાપ્ત થશે.

આ પણ વાંચો -- VADODARA : પૂર્વ VMC ચેરમેન અને BJP કોર્પોરેટરના કાર્યાલય સામેથી દારૂની બોટલ મળી

Tags :
awaitedBlastCompanyDetailsfearedHugekoylilocalMorePeopleprivateVadodaravillage
Next Article