VADODARA : ઐતિહાસીક લાલ કોર્ટમાં મ્યુઝિયમ બનાવવાની દરખાસ્ત પરત
VADODARA : વડોદરા (VADODARA) ની હેરિટેજ સિટીની ઓળખ મજબુત કરવા માટે રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લ ખુબ પ્રયત્નો કરી રહ્યા છે. તેના ભાગરૂપે લાલ કોર્ટમાં મ્યુઝિયમ સહિતની અન્ય સુવિધાઓ તૈયાર કરવા માટે રૂ. 33 કરોડના ખર્ચની દરખાસ્ત પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મુકવામાં આવી હતી. જેને કમિટીના સભ્યોએ બહુમતી સાથે પરત કરી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા સંગઠનની બેઠક મળી હતી, જેમાં આ દરખાસ્તનો નિર્ણય કમિટીના સભ્યો પર છોડવામાં આવ્યો હતો.
દરખાસ્ત અંગેનો નિર્ણય સ્ડેન્ટિંગ કમિટીના સભ્યો પર છોડવામાં આવ્યો હતો
વડોદરાના સુરસાગરની આજુબાજુમાં આવેલા ઐતિહાસિક વારસાને સાંકળતું એક હેરિટેજ સ્કવેર બનાવવાનું બીડું રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિઘાનસભાના દંડક બાળુ શુક્લએ ઝડપ્યું છે. તેની માટે તેમણે અત્યાર સુધી અથાગ પ્રયત્નો પણ કર્યા છે. ત્યારે તેમના પ્રયત્નો સાકાર થવાની દિશામાં પ્રથમ પગલું ભરતા ઐતિહાસીક લાલ બાગ કોર્ટમાં મ્યુઝિયમ સહિતની સુવિધાઓ તૈયાર કરવા માટે રૂ. 33 કરોડની દરખાસ્ત પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગતરોજ મુકવામાં આવી હતી. તે પહેલા ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળી હતી. જેમાં આ દરખાસ્ત અંગેનો નિર્ણય સ્ડેન્ટિંગ કમિટીના સભ્યો પર છોડવામાં આવ્યો હતો.
વડોદરાને અત્યારે મ્યુઝિયમની જરૂર નથી
જો કે, દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આવતા જ મોટાભાગના સભ્યોએ એકસુરે તેનો વિરોધ કર્યો હતો. સભ્યોનું માનવું છે કે, આવા કામો હમણાં કરવાના નથી. સ્વર્ણિંમ ગ્રાન્ટમાંથી કામ ના કરવું જોઇએ. તો કેટલાકનું તો માનવું હતું કે, વડોદરાને અત્યારે મ્યુઝિયમની જરૂર નથી. તેની જગ્યાએ રોડ-રસ્તાનું કામ કરવાની જરૂર છે. આખરે આ દરખાસ્તને પરત મોકલવામાં આવી છે. એક હદ સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા આ કામને મંજુરી મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પરંતુ મોટાભાગના સભ્યોને વિરોધ હોવાથી દરખાસ્ત પરત મોકલવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : ડીઝલ ચોરી કૌભાંડ મામલે પાલિકાએ એજન્સીને મોટો દંડ ફટકાર્યો


