VADODARA : લિકર કિંગ વિજુ સિંધીની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
VADODARA : વડોદરાના લિકર કિંગ તરીકે ગણાતા વિજુ સિંધીની ગેંગ પર ગુજસીટોક અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો (LIQUOR KING VIJU SINDHI GANG BOOKED UNDER GUJCTOC) છે. જેને પગલે બુટલેગરોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. વિજુ સિંધી અને તેના સાગરિતો સામે વિતેલા 10 વર્ષમાં 500 ગુનાઓ નોંધાયેલા છે. હાલ વિજુ સિંધી UAE માં છે, અને તેના પ્રત્યાર્પણની સંધીનો મામલો ત્યાંની કોર્ટમાં પેન્ડિંગ છે. વિજુને સ્વદેશ પરત લાવવા માટે ગુજસીટોક કેસના મજબુત પુરાવાઓ પણ મોકલવામાં આવશે, તેમ જાણવા મળી રહ્યું છે.
પ્રથમ વખત કોઇ કુખ્યાત બુટલેગરની ગેંગ સામે ફરિયાદ થઇ
રાજ્યમાં ગુનાખોરીના આલમમાં વડોદરાના લિકર કિંજ વિજુ સિંધીનું નામ જાણીતું છે. તેની ગેંગ સામે સ્ટેટ મોનીટરીંગ સેલ સહિત અનેક પોલીસ મથકોમાં ગુના નોંધાયેલા છે. સ્ટેટ મોનીટરીંગ સેલના સુત્રો અનુસાર, વિજુ સિંધી તથા તેના ગેંગના સાગરીતો પર વિતેલા 10 વર્ષમાં 500 ગુનાઓ નોંધાયેલા છે. અત્યાર સુધી જમીન માફિયાઓ, ખંડણીખોરો સામે ગુજસીટોકના કડક કાયદા અંતર્ગત ફરિયાદ થતી હતી. પરંતુ પ્રથમ વખત કોઇ કુખ્યાત બુટલેગરની ગેંગ સામે ફરિયાદ થઇ છે.
પ્રત્યાર્પણની સંધીનો મામલો હાલ કોર્ટમાં પેન્ડિંગ
વિજુ સિંધી હાલ દુબઇમાં આશરો લઇ રહ્યો છે. તેના પ્રત્યાર્પણની સંધીનો મામલો હાલ કોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારે તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ મથકમાં વિજુ સીંધી સહિત 10 સામે ગુજસીટોક અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે આ કેસમાં આરોપી જયેશ પ્રજાપતિ, આશિષ ઉર્ફે આશુ રમેશચંદ્ર અગ્રવાલ અન્ય ગુનામાં ઉત્તગુજરાતી જેલમાં છે. તેઓની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવશે.
આ પણ વાંચો --- VADODARA : ડભાસાની એપોથીકોન ફાર્મામાં ગેસ ગળતર, અનેક અસરગ્રસ્ત